અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પૂર્વ સાંસદ અને ભાજપ નેતા રાજુ પરમારે જગન્નાથ મંદિરના મહંત સંત શ્રી દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળે તેની શુભેચ્છા પાઠવી હતી.
આજ રોજ અમદાવાદ જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પૂર્વ સાંસદ અને ભાજપ નેતા રાજુ પરમારે રથયાત્રા નિમિતે ત્યાંના સંતશ્રી દિલિપ દાસજી મહારાજની મુલાકાત લઈ અષાઢીબીજની શુભેચ્છા પાઠવી તેમજ ભગવાન શ્રી જગન્નાથજી ને પ્રાર્થના કરી કે દરેક ધર્મ, જાતિ ના માણસો સુખમય શાંતિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી..
નોંધનીય છે કે પૂર્વ સાંસદ અને ભાજપના નેતા રાજુ પરમાર લોકોમાં ભારે લોક ચાહના ધરાવે છે.. શરૂઆતથી જ લોકોને મદદની ભાવના ધરાવતા રાજુ પરમાર હાલમાં પણ અનેક લોકોને મદદરૂપ થાય છે.. સૌથી મહત્વની વાત એ છે કે એક ગરીબ પરિવારમાંથી આટલી મોટી ઊંચાઈ પર પહોંચનાર રાજુ પરમાર દરેક ધર્મ અને દરેક જાતિના લોકોમાં ભારે લોકચાહના ધરાવે છે.