Story By: Pradip Gohil (Gujarat Head)
રાજ્યભરમાં છેલ્લા કેટલાય સમયથી ડબલ એન્જિન સરકારના બેનરો તો તમે ગુજરાતના ખૂણે ખૂણે વાંચ્યા હશે પરંતુ હવે ડબલ એન્જિન સરકારનું થીમ ગીત લોન્ચ થવા જઈ રહ્યું છે હાલમાં ડબલ એન્જિન સરકાર છે ગરીબ વંચિતો અને સૌની સરકાર છે આ ગીત ઉત્તરઝોન બીજેપી સાંસ્કૃતિક સેલના સંયોજક અને ગીત લેખક મનુ રબારી તૈયાર કરી રહ્યા છે થોડાક જ સમયમાં આ ગીત તમારા કાન સુધી પણ પહોંચી જશે.
રાજ્યના ખૂણે ખૂણે ડબલ એન્જિન સરકારના બેનરો
છેલ્લા કેટલાય સમયથી ગુજરાત સરકારને ડબલ એન્જિન સરકાર તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે રાજ્યના ખૂણે ખૂણે ડબલ એન્જિન સરકારના બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે અમદાવાદ સુરત વડોદરા ભાવનગર જેવા મહાનગરો થી માંડીને નાના નાના ગામડાઓ સુધી ડબલ એન્જિન સરકારના બેનરો જોવા મળી રહ્યા છે
નાના નાના ગામડાઓ સુધી ડબલ એન્જિન સરકારના બેનરો
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારને ડબલ એન્જિન સરકાર તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે ડબલ એન્જિન સરકારનો શબ્દ અત્યારે શહેરોથી માંડીને નાના નાના ગામડાઓ સુધી પણ પહોંચી ગયો છે.હવે ડબલ એન્જિન સરકારનું થીમ ગીત લોન્ચ થવાનું છે હાલમાં ડબલ એન્જિન સરકાર છે ગરીબ વંચિતો અને સૌની સરકાર છે આવું ગીત તૈયાર કરવામાં આવી રહ્યું છે ઉત્તર ઝોન બીજેપી સાંસ્કૃતિક સેલના સંયોજક અને જાણીતા ગીત લેખક ગીતકાર મનુ રબારી પોતે જ આ ગીત પોતાના સ્ટુડિયોમાં તૈયાર કરી રહ્યા છે
મનુભાઈ રબારી પોતે જ પોતાના ખર્ચે ડબલ એન્જિન સરકારનું ગીત બનાવી રહ્યા છે : યજ્ઞેશ દવે
ડબલ એન્જિન સરકારના ગીતના શબ્દો અને કંઈ રીતે ગીત તૈયાર કરવામાં આવી રહ્યું છે તેનો સમગ્ર વિડિયો નેશન ફર્સ્ટ ન્યુઝ પાસે એક્સક્લુઝિવ છે આ અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મનુભાઈ રબારી પોતે જ પોતાના ખર્ચે ડબલ એન્જિન સરકારનું ગીત બનાવી રહ્યા છે મનુ રબારી પોતે પોતાની જવાબદારી સમજીને આ ગીતને તૈયાર કરી રહ્યા છે.
10 થી 12 ગીતો સ્ટુડિયોમાં તૈયાર થઈ રહ્યા છે: મનુ રબારી
આ અંગે ભાજપ સાંસ્કૃતિક સેલના મનુ રબારી સાથે વાત કરતા તેમણે નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં સૌપ્રથમ તો આવું કોઈ ગીત બનાવી રહ્યા હોવાનો ઇન્કાર કર્યો હતો જોકે યજ્ઞેશ દવે સાથે વાત થઈ હોવાનું કહેતા તેમણે સ્વીકાર્યું હતું કે આવા 10 થી 12 ગીતો પોતાના સ્ટુડિયોમાં તૈયાર થઈ રહ્યા છે અને થોડાક જ દિવસોમાં આ ગીતો ગુજરાતની ગલીઓ ગલીઓ સુધી અને છેવાળાઓના ગામડા સુધી પહોંચી જશે..