દિવાળીના તહેવાર નિમિત્તે ગ્રીનરી બેઝ અને ફોરેસ્ટ બેઝ પર પાર્ક
સુરતીઓ મોજ શોખના અને હરવા ફરવાના ખૂબ જ શોખીન છે. મોજીલા સુરતીઓ દિવાળી વેકેશન દરમિયાન ઘણા બધા શહેરની બહાર અન્ય જગ્યાએ ફરવા ગયા છે. તો કેટલાક સુરતમાં તેમના મહેમાનો સાથે શહેરના અલગ અલગ સ્થળ ઉપર મોટી સંખ્યામાં ફરવા માટે જઈ રહ્યા છે.
સુરતમાં વીઆર મોલ ની સામે ભારતમાં પ્રથમવાર સુરતની જનતા માટે દિવાળીના તહેવાર નિમિત્તે ગ્રીનરી બેઝ અને ફોરેસ્ટ બેઝ પર પાર્ક બનાવવામાં આવ્યું છે જેનું નામ છે કુ કુ નેચર એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક અને અંડરવોટર ટનલ એક્વેરિયમ ફેર એમ ડબલ કોન્સેપ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં પ્રથમ વખત અદ્ભુત શહેર સુરતમાં વેકેશનમાં જોવા મળતો અત્યાર સુધીનો સૌથી સુંદર મેળો છે. મેળા વિશે માહિતી આપતાં મેળાના આયોજક બ્રિજેશ હિતેશ પટેલે જણાવ્યું હતું કે સુરતમાં પ્રથમવાર આ આયોજન કરવામાં આવ્યું છે. જે આગામી 90 દિવસોમાં પણ ચાલુ રહેશે. આ મેળો દરરોજ બપોરે 3.00 થી 11:00 વાગ્યા સુધી ચાલે છે.
આ મેળાની વિશેષતા વર્ણવતા બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અને પર્યાવરણ બેઝ પર સુરતની જનતાને વિશેષ મેસેજ આપ્યો હતો. સુરતની જનતાને પર્યાવરણ બચાવવાનો વિશેષ સંદેશ આ નેચર પાર્ક દ્વારા આપવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે આ મેળા માં નાના થી લઈને મોટા દરેક લોકો અહીં સેલ્ફી ઝોન અને વિડીયો શુટીંગ મજા મળી શકશે
મૂળ ગુજરાતના આણંદના બ્રિજેશભાઈ પટેલ અને છેલ્લા 45 વર્ષથી સુરતના કાતર ગામમાં પરિવાર સાથે રહેતા, કહે છે કે અમારા પિતા હિતેશભાઈ છેલ્લા 22-23 વર્ષથી મેળાનું આયોજન કરે છે. બ્રિજેશભાઈ છેલ્લા 10 વર્ષથી તેમના પિતાનો આ વ્યવસાય (ઇવેન્ટ) સંભાળી રહ્યા છે. તેમણે કહ્યું કે, દેશના વિવિધ શહેરો ઉપરાંત, મેળાના કાર્યક્રમો માટે વિદેશ જવાની તક છે. વિદેશમાં શું નવું છે અને આપણા દેશમાં શું નથી.
આ સંદર્ભમાં, ભારતમાં પ્રથમ વખત, સુરતમાં અંડરવોટર ટનલ એક્વેરિયમ મેળાનો વિચાર આવ્યો. દુબઈ, સિંગાપોરના વિદેશ રોકાણ દરમિયાન તેમણે આવા મેળા જોયા હતા. બજારમાં હંમેશા કંઇક નવું કરવાની ઇચ્છાએ તેમને આ મેળાનું આયોજન કરવાની પ્રેરણા આપી. સુરતના લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે તેઓ આ સુંદર મેળાને જોવાનું ચૂકશો નહીં.