નવા વર્ષની ઉજવણીમાં એવું તો શું થયું કે બાળકો ધુણવા માંડ્યા જાણો વિગતો..
દેશ અને દુનિયાભરમાં આજે નવા વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સરદાર ચોક ખાતે આવેલી કભી બી કેક શોપ પર નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વાત વાત જાણે એમ છે કે નવા વર્ષની ઉજવણી દરમિયાન માતાજીના ડાકલા વગાડ્યા હતા અને નાના બાળકો પણ ડાકલા પર ધુણવા લાગ્યા હતા..
કભી ભી કેક શોપના માલિક વરુણ બક્ષી દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના ભૂલકાઓથી માંડીને મોટેરાઓ સુધી ઝુમી ઉઠ્યા હતા.
અમદાવાદમાં પણ દેશ અને દુનિયાની જેમ નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા સરદાર ચોક ખાતેની કભી ભી કેક શોપ ખાતે આજે સાન્તાક્લોઝ સાથે બાળકોના ડાન્સનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં નાના બાળકો અને મોટેરાઓ પણ જોડાયા હતા.
ખાસ ઉલ્લેખનીય છે કે આવા કાર્યક્રમો અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આયોજન થતા હોય છે ત્યારે કભી ભી કેક શોપના ઓનર વરૂણ બક્ષીએ એક નવી જ પહેલ કરીને પૂર્વ વિસ્તારમાં પણ લોકો નાતાલના પર્વ પર મનોરંજન માણી શકે તેવી પહેલ કરી છે વરુણ બક્ષીની આ પહેલને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.
કભી કેક શોપ પર નાના બાળકો અને તેમના માતા-પિતાઓ પણ ઉમટી પડ્યા હતા અને સાન્તાક્લોઝ સાથે ડાન્સની મજા માણી હતી. સાન્તાક્લોઝ એ નાના બાળકોને નોટબુક પેન્સિલ ચોકલેટ જેવી ખાસ ભેટ પણ આપી હતી.