Nation 1 News
BREAKING NEWS
ક્રાઈમ

પત્નીનું આધાર કાર્ડ, પતિનું કારસ્તાન:શાહીબાગમાં યુવાનના ફોટો વોટ્સએપ કરી બદનામ કરવાના કેસમાં મોટો ખુલાસો 

પત્નીના આધાર કાર્ડ પર સીમકાર્ડ લીધું અને પછી વોટ્સએપ પર ખેલાયો ગંદો ખેલ!

 

અમદાવાદના શાહીબાગ પોલીસ મથકે નોંધાયેલ ‘શીખવાલ બ્રાહ્મણ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ ના હોદ્દેદારોને અશ્લીલ ફોટા મોકલી બદનામ કરવાના કેસમાં મોટો ખુલાસો થયો છે.

આ મામલે આરોપી મુકેશ ઉપાધ્યાયની પત્ની નીતાબેને પોલીસ સમક્ષ સનસનીખેજ ખુલાસા કરતું નિવેદન આપ્યું છે કે ઇન્ફોસિટી ગાંધીનગર ખાતે નોકરી કરતા તેમના પતિ મુકેશ ઉપાધ્યાયે ગત ઓગસ્ટ ૨૦૨૫ માં પોતાના આધાર કાર્ડનો ઉપયોગ કરીને એક સીમકાર્ડ ખરીદ્યું હતું. આ સીમકાર્ડનો ઉપયોગ કરીને દિલખુશ શર્મા નામના વેપારીને વોટ્સએપ પર ગંદી અને બિભત્સ ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપી મુકેશે અન્ય એક વ્યક્તિ મહેશ્વર સુખવાલનો ફોટો મોર્ફ કરીને, તેને અશ્લીલ અને પોર્ન ફોટોઝ સાથે જોડી સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ કરી દીધો હતો.

પત્નીના નિવેદન અનુસાર, આરોપી પતિએ આ ગુનાને અંજામ આપવા માટે વન પ્લસ ૧૩-આર મોડેલના મોબાઈલ ફોનનો ઉપયોગ કર્યો હતો, જે બાદમાં તેણે કોઈ અજાણી વ્યક્તિને વેચી માર્યો હતો

મુકેશ ઉપાધ્યાયની સદસ્યતા રદ કરવા રજૂઆત

અખિલ ભારતવર્ષીય શિખવાલ બ્રાહ્મણ મહાસભા, પુષ્કરના રાષ્ટ્રીય પ્રવક્તા મુકેશ ઉપાધ્યાય (રહેવાસી ચંદખેડા, અમદાવાદ)—સામે એક ગંભીર મામલો સામે આવ્યો છે. શાહીબાગ પોલીસ સ્ટેશન, અમદાવાદમાં નોંધાયેલી FIR સંખ્યા 11191031260126/2026 અને માનનીય કોર્ટમાં રજૂ થઈ ચૂકેલી ચાર્જશીટ ક્રમાંક CC/1137817/26 અંતર્ગત તેમના પર ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.”તો તેમને સદસ્ય પદેથી રદ કરવા માટે લેખિત રજૂઆત કરાઈ છે

 

Related posts

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ, ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ.. જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી..

Admin

ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર મહારાષ્ટ્રીયન ઝડપાયો

Admin

શુ તમારા સંતાનને વડોદરાની પારૂલ યુનિવસીર્ટીમાં ભણવા મુકવાના છો ?..તો પહેલા આ સમાચાર વાંચી લેજો…નહી તો પછતાશો..

Admin

Leave a Comment