Nation 1 News
BREAKING NEWS
ક્રાઈમ

ખોખરા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર મહારાષ્ટ્રીયન ઝડપાયો

અમદાવાદ:

અમદાવાદના ખોખરા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં પોલીસને મોટી સફળતા મળી છે. ખોખરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડે બાતમીના આધારે ગણતરીના સમયમાં જ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરની મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની સૂચના હેઠળ ખોખરા પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. સાવલીયાના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી.

પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. મિતકુમાર પ્રકાશભાઈને ખાનગી બાતમી મળી હતી કે એક ઇસમ સફેદ શર્ટ અને સિલેટીયા કલરનું પેન્ટ પહેરી ચોરીના રોકડ રૂપિયા સાથે પસાર થવાનો છે.

પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી પંજાબી તાળા વાળાની ચાલીમાં રહેતા શ્યામ રાજુભાઇ જાદવ (ઉ.વ. ૩૫)ને ઝડપી પાડ્યો હતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી મૂળ મહારાષ્ટ્રના વાસીમ જિલ્લાનો વતની છે અને હાલ છૂટક મજૂરી કરતો હતો.

મુદ્દામાલની વિગત:

પોલીસે આરોપી પાસેથી ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ-અલગ ગુનાના કુલ ₹૬૨,૦૦૦ રોકડા રિકવર કર્યા છે. ચોરીમાં વપરાયેલ હિરો હોન્ડા પેશન પ્રો બાઇક (નંબર: MH-37-AG-2146)** પણ જપ્ત કરવામાં આવ્યું છે.આમ, પોલીસે કુલ **₹૭૭,૦૦૦નો મુદ્દામાલ** કબજે કરી આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતાની કલમ ૩૩૧(૩), ૩૩૧(૪) અને ૩૦૫(એ) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પ્રશંસનીય કામગીરીમાં પી.એસ.આઈ. કે.ડી. પટેલ, એ.એસ.આઈ. મિતકુમાર, તેમજ પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ અને પ્રહલાદભાઈ જોડાયા હતા.

શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ વચ્ચે ખોખરા પોલીસે જે રીતે ગણતરીના કલાકોમાં આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે, તે પોલીસની સક્રિયતા દર્શાવે છે.

Related posts

1.50 લાખ રૂપિયા ફી નહીં આપો તો બાળકને વેચી, તમને હોસ્પિટલમાંથી ધક્કા મારીને બહાર કાઢી મુકશું

Nation1news

સરદારનગરના મહાજનીયા વાસ ગલીની અંદર બે મકાન છોડીને ડાબી બાજુના ખૂણાના જૂના મકાનમાં છુપાવ્યો હતો દારૂ, જાણો પોલીસે કઈ રીતે શોધ્યો….

Admin

રાજસ્થાનના લક્ષ્મણ અને પિન્ટુને નરોડા પોલીસે પકડ્યા,કારનામા વાંચીને તમે પણ રહી જશો દંગ..

Admin

Leave a Comment