અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગ ઝડપાઈ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના નામે તોડ કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોને ઝોન 1 એલસીબીની ટીમે પકડી પાડ્યા છે. પોલીસે તેમના પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બંને શખ્સોની પૂછપરછમાં ગેંગના સભ્યો હોટલની બહાર રેકી કરતા હતા અને ત્યારબાદ હોટલમાં ગયેલા કપલને ટાર્ગેટ બનાવતા હતા.. ઝોન 1 એલસીબીની ટીમે બંને શખ્સોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે
મળતી વિગતો એવી છે કે ઝોન ૧ ડીસીપી લવીના સીન્હાની સુચનાને આધારે ઝોન ૧ એલસીબી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા દરમિયાનમાં ઝોન વન એલસીબી ટીમના માણસોને દાંતની મળી હતી કે વાડજ વિસ્તારમાં આવેલી એક હોટલ નજીકથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા..
પૂછપરછ કરતા આ બંને શકશો પોતે ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપીને હોટલમાં જતા કપલની પાસેથી બસ મોટી રકમનો તોડ કરતા હતા. બીજી તરફ કપલ સમાજમાં આબરૂ જવાની બીકે જે તે વ્યક્તિઓને આ પૈસા આપી દેતા હતા..
પોલીસે તે બંનેની વધુ પૂછપરછ હાથ ધરતા તેમણે વાડજ અને સરખેજ વિસ્તારમાં આ રીતે લોકોને ભોગ બનાવ્યા હોવાની કબુલાત કરી હતી. ગેંગના સભ્યો કોઈપણ હોટલ પાસે રેકી કરતા હતા અને હોટલમાંથી બહાર નીકળેલા કપલને ડરાવી ધમકાવીને પૈસા પડાવતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.