Nation 1 News
ક્રાઈમ

1.50 લાખ રૂપિયા ફી નહીં આપો તો બાળકને વેચી, તમને હોસ્પિટલમાંથી ધક્કા મારીને બહાર કાઢી મુકશું

  • તબીબી આલમને લજવતો કિસ્સો
  • ગાંધીનગરની પ્રથમ હોસ્પિટલમાં નવજાત બાળકને ગોધી રખાયું
  • દોઢ લાખ રૂપિયા નહીં આપો તો રજા નહીં આપીએ

 

ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી પ્રથમ હોસ્પિટલમાં તબીબી આલમને તાર તાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે પ્રથમ હોસ્પિટલના ડોક્ટર દ્વારા નવજાત બાળકને ફી ન ભરવાને કારણે છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં ગોધી રખાયા હોવાનો ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સરકાર ગર્ભવતી મહિલાઓ અને નવજાત બાળકોની સારવાર માટે લાખો નહીં પણ અબજો રૂપિયા ખર્ચ કરી રહી છે બીજી તરફ ખાનગી હોસ્પિટલના આવા નફ્ફટ ડોક્ટરો પૈસા માટે એક નવજાત બાળકને ગોંધી રાખે તે કેટલી હદે યોગ્ય છે. આ અંગે નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં પ્રથમ હોસ્પિટલના ડોક્ટર હિરેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ તમામ આક્ષેપો ખોટા છે તમે રૂબરૂમાં મળો તો તમને બધી વાત સમજાવી શકુ.

બાળકના માતાપિતા

ગોઝારીયાની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા

મહેસાણાના મેઉ ગામે સંજયભાઈ રાવલ પોતાના પરિવાર સાથે રહે છે સંજયભાઈ ના પત્ની ભાવનાબેન ગર્ભવતી હોવાથી તેમને ગોઝારીયાની સરકારી હોસ્પિટલમાં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યા હતા અધૂરા મહિને પ્રસુતિ થતા સરકારી હોસ્પિટલના તબીબોએ બાળકને કાચની પેટીમાં રાખવું પડશે તેમ કહ્યું હતું જેથી સંજયભાઈ પોતાના બાળકને લઈને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.જોકે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં કાચની પેટીમાં બાળકને રાખવાની જગ્યા ન હોવાથી સંજયભાઈ પોતાના બાળકને લઈને કુડાસણ ખાતે આવેલી બાળકોની પ્રથમ હોસ્પિટલ ખાતે ગયા હતા.

તબીબે આયુષ્યમાન કાર્ડમાં મફતમાં સારવાર થઈ જશે તેવું કહ્યું હતું

સંજયભાઈ ના બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યો હતો સંજયભાઈએ પોતે મોટી રકમ ખર્ચ નહીં કરી શકે તે પહેલાથી જ તબીબને જણાવી દીધું હતું જેથી તબીબે આયુષ્યમાન કાર્ડ માં મફતમાં દવા થઈ જશે તેવું કહ્યું હતું જેથી સંજયભાઈએ પોતાનું નવું આયુષ્યમાન કાર્ડ પણ કઢાવી લીધું હતું.

https://twitter.com/Nation_1_News/status/1554464624564748288?t=tnz2J-vllD_vE8r4puDmUA&s=19

સત્તાધીશોએ આયુષ્યમાન કાર્ડ નહીં ચાલે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું

આયુષ્યમાન કાર્ડ કઢાવીને સંજયભાઈ એ હોસ્પિટલ નો સંપર્ક કરતા હોસ્પિટલ સત્તાધીશોએ આયુષ્યમાન કાર્ડ નહીં ચાલે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું અને 40,000 રૂપિયા રોકડા ભરવા પડશે તેમ જણાવ્યું હતું જેથી સંજયભાઈએ તબીબને કહ્યું હતું કે 20,000 રૂપિયા અમે પહેલા જ જમા કરાવેલા છે અને બાકીના ₹20,000 અમે આપી દઈએ છે અમારા બાળકને રજા આપી દો પરંતુ હોસ્પિટલ વાળાઓએ કોઈ જ કારણસર બાળકને રજા આપી ન હતી.

દરરોજ  ચાર્જ ચડાવી સંજયભાઈ પાસે મોટી રકમની માંગ કરવામાં આવતી

ગત તારીખ 7 જૂન ના રોજ પ્રથમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા દરરોજ પોતાનો ચાર્જ ચડાવી સંજયભાઈ પાસે મોટી રકમની માંગ કરવામાં આવતી હતી પરંતુ પોતાની પાસે આટલી મોટી રકમ ન હોવાનું કહેતા હોસ્પિટલ સત્તાધીશોએ બાળકને રજા આપવાનો ઇનકાર કરી દીધો હતો અને જ્યાં સુધી દોઢ લાખ રૂપિયા નહીં ભરો ત્યાં સુધી બાળકને રજા નહીં આપે તેમ કહી રહ્યા છે.બાળકના પિતા સંજયભાઈએ નેશન ફર્સ્ટ ન્યુઝને જણાવ્યું હતું કે હવે તબીબો ધમકી આપી રહ્યા છે કે આગામી બે થી ત્રણ દિવસમાં પૈસા નહીં ભરોતો તમારા બાળકને વેચી મારીશું અને તમને હોસ્પિટલમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકીશું

Related posts

અમદાવાદ વસ્ત્રાપુરમાંથી ડ્રગ્સના પેડલર્સની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ, ઓનલાઈન 13 કરોડનો કર્યો બિઝનેશ

Nation1news

ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ, ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ.. જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી..

Admin

પુર્વ ધારાસભ્યના પુત્રએ કરી દાદાગીરી,ગ્રામજનોએ ચખાડયો મેથીપાક

Admin

Leave a Comment