સ્ટોરી બાય પ્રિન્સ પરમાર (અમદાવાદ હેડ)
અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર તાતયાના નાવકા દ્વારા શાનદાર આઈસ સ્કેટિંગનું આયોજન
અમદાવાદ શહેરના એકા એરાના ખાતે 18 ઓકટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન તમે ઓલિમ્પિક વિજેતાને આઈસ સ્કેટિંગ કરતા જોઈ શકશો. તેમજ તમને અહિ એક લવ સ્ટોરી પણ જોવા મળશે.
આ આઈસ શોના શેરાઝાદેનું દિગદર્શન ફેમસ રશિયન ફિગર સ્કેટર અને ઓલિમ્પિક ચેમ્પિયન,તાતયાના નાવક દ્વારા કરવામાં આવી રહ્યું છે. ટુંકમાં આ શોમાં તમને આંતરરાષ્ટ્રીય સ્ટાર કાસ્ટ જોવા મળશે. જો તમે પણ આ શોનો લાભ લેવા માંગો છો. તો લઈ શકો છો.
તમને જણાવી દઈએ કે, એકાના એરેના અમદાવાદમાં આ શો જોવા મળશે. તમે 18 થી 20 ઓક્ટોબરસુધી આ શો જોઈ શકશો. જેના માટે તમારે બુક માય શો પરથી ટિકિટ બુક કરવાની રહેશે. આપણે આ શોની ટિકિટની વાત કરીએ તો 1,199 રુપિયા છે.
આઈસ શો શેહેરાઝાદે માટે એક કુલ 5 શો છે. જોમાં 18 ઓક્ટોબરના 7 કલાકે શો જોવા મળશે. 19 ઓક્ટોબરના રોજ 2 શો જોવા મળશે. જેમાંપહેલો શો બપોરના 2 કલાકે અને સાંજે 7 કલાકે રહેશે. 20 ઓક્ટોબરના રોજ પણ 2 શો રાખવામાં આવ્યા છે. જેમાં પહેલો બપોરના 12 કલાકે અને બીજો 4 કલાકે છે.