Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ અને માર્ગદર્શન માટે G20 અંતર્ગત સેમિનાર યોજાયો

મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ અને માર્ગદર્શન માટે G20 અંતર્ગત સેમિનાર યોજાયો

મહિલા ઉદ્યોગ સાહસિકોનાં સામર્થ્ય અને ઉદ્યમિતા કૌશલ્યથી રાજ્યના વિકાસને નવી દિશા મળશે – જગદીશ વિશ્વકર્મા

G20 અંતર્ગત મહિલા સાહસિકતાઓ માટે સ્ટાર્ટઅપ અંગે વૈશ્વિક વ્યૂહ રચના સંદર્ભે ગાંધીનગરના ભાટ નજીક આવેલા ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન – ઇડીઆઇઆઇ ખાતે એક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહેલા સહકાર અને ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકોનાં સામર્થ્ય અને ઉદ્યમિતા કૌશલ્યથી રાજ્યના વિકાસને નવી દિશા મળશે.


કાર્યક્રમમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ સૌપ્રથમ ઉદ્યોગ સાહસિક મહિલાઓના અનુભવ અને મંતવ્ય જાણ્યા હતા. મહિલાઓને વ્યવસાયની શરૂઆત કરવા માટે પડતી સામાજિક – આર્થિક તકલીફો વિશે જાણી તેમણે મહિલાઓને પ્રેરક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, સ્ત્રી જ પોતે અન્ય માટે એક મોટીવેશન છે. જરૂર છે તો માત્ર મહિલાએ પોતાના સામર્થ્યને પારખવાની. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્યવસાય શરૂ કરવાનો વિચાર એ સફળ થવાની દિશામાં પ્રથમ પગથિયું છે. વ્યવસાય નાનો કે મોટો નથી હોતો તેને કઈ ઊંચાઈ સુધી લઈ જવો એ વ્યક્તિના પોતાના હાથમાં છે. જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વ્યવસાયમાં આવતા અવરોધો, માર્કેટીંગનાં પડકારો, આર્થિક સમસ્યા આ બધા મુદ્દાને આવરી લઇ જેમ જેમ આગળ વધતા જઈએ તેમ તેમ પોતાની આત્મશક્તિમાં વધારો થતો જશે અને મહિલા એક ગૃહિણીની સાથે સાથે સફળ સક્ષમ બિઝનેસ વુમન બની ઉભરી આવશે.

આ પ્રસંગે મહિલાઓ માટે મદદરૂપ સરકારી યોજનાઓની માહિતી આપતા જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની મુદ્રા યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા જેવી યોજનાઓ મહિલા ઉદ્યોગ સાહસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.


આ સેમિનારમાં ઉપસ્થિત મહિલાઓ માટે વ્યવસાય શરૂ કરવાથી લઈને શરૂ કરેલા વ્યવસાયને આગળ વધારવાની ચર્ચા દ્વારા વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ચિંતન કરાયું હતું. આ માટેની પેનલમાં સીઇડબલ્યુઇનાં પ્રમુખ શ્વેતા શાલીની, માઇકાનાં ડો. ફાલ્ગુની વસાવડા ઓઝા, ગાયનેકોલોજિસ્ટ અને ઉદ્યોગ સાહસિક ડો.દર્શના ઠક્કર, મહિલા તજજ્ઞ ડો.મેઘા સલીલ ભટ્ટ, ડો. સ્વાતિ જોશી તેમજ કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘના પ્રમુખશ્રી હેતલ અમીન અને ધ અમેરિકન કોમરના ડાયરેક્ટરશ્રી તેજલ વસાવડા હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મહિલા સાહસિકો દ્વારા તેમના વ્યવસાયિક પ્રશ્નો ઉપરાંત સામાજિક, આર્થિક અને માર્કેટિંગને લાગતા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તજજ્ઞો દ્વારા તેના સકારાત્મક ઉકેલ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડાયડેકટર જનરલ (ઇડીઆઇ) સુનીલ શુક્લા તથા પ્રદેશ આઇટી કન્વીનર નિખિલ પટેલ પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ મહિલા ગૃહ ઉદ્યોગ અંતર્ગત બનાવેલ હાથ બનાવટની વસ્તુઓ તેમજ ખાણીપીણી અને અન્ય વસ્તુઓના પ્રદર્શનની પણ મુલાકાત લઇ મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Related posts

અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત,મણીનગરમાં નશામાં ધૂત નબીરાઓની કારે પાંચથી વધૂ પલ્ટી ખાધી … Live Video

Admin

કરોડોના કાપડની ખરીદી કરી ઠગાઈ, આરોપીઓ ગુનો કરવા ટેવાયેલા હોવાનું એફિડેવિટ ખુદ CID ક્રાઈમે કરી જામીન ન આપવા કહ્યું..

Admin

ગરમ ધાબળા લઈને શાહીબાગ પોલીસ દોડી ગઈ સિવિલ હોસ્પિટલમાં, જાણો શું છે આખો મામલો…

Admin

Leave a Comment