અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત,મણીનગરમાં નશામાં ધૂત નબીરાઓની કારે પાંચથી વધૂ પલ્ટી ખાધી … Live Video
ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા અકસ્માતમાં નવ લોકો મોતને ભેટયા હોવાની ઘટના હજી ભુલાઈ નથી ત્યાં આજે મોડી રાત્રે મણિનગર વિસ્તારમાં ત્રણથી ચાર જેટલા છાપતા બનેલા નબીરાઓએ વધુ એક કાર અકસ્માત સર્જ્યો છે. કાર અકસ્માતના લાઇવ વિડિયો પણ સામે આવે છે.. પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા છે.. કાર અકસ્માતમાં કારના ચાલકને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે.
મણીનગરના જવાહર ચોકથી વડનગર વચ્ચે આ અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી રહી છે. નબીરાએ બેફામ કાર ચલાવી રોડ પર પડેલા બાંકડામાં કારઘુસાડી દીધી હતી.. જોકે બાકડા પર બેસેલા ત્રણથી ચાર લોકો સમય સૂચકતા વાપરીને નાસી જતા તેમનો બચાવ થવા પામ્યો હતો..
ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કારમાંથી બિયરના ટીન મળી આવે છે.. કારચાલક નબીરો અને તેના મિત્રો નશામાં હોવાનું જાણવા મળી રહ્યું છે…