શહેરના પુર્વ વિસ્તારમાં મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેશન પાસે આવેલા ૧૭૬ના છાપરામાં નવા બનાવેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે સ્થાનિક કોર્પોરેટર નિકુલ સિંહ તોમર અધિકારીઓ સાથે આ મંદિરના આસપાસના વિસ્તારોમાં સફાઈ કર્મચારીઓને સાથે મળીને સાફ-સફાઈની કામગીરીનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે તેવી સૂચના આપી હતી.
આજે સ્થાનિક કોર્પોરેટર નિકુલ સિંહ તોમર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે સ્થળની મુલાકાતે આવ્યા હતા. તેઓએ મંદિરના આસપાસના વિસ્તારમાં સ્થાનિકોને સ્વચ્છતા જાળવવા અંગે માર્ગદર્શન અને કેટલાક મહત્વપૂર્ણ સુચનો પણ કર્યા.
કોર્પોરેટરે મંદિરની અંદરની અને બહારની જગ્યાઓની સંપૂર્ણ સફાઈ માટે ખાસ ટીમ નિમવાની સલાહ આપી. તેમણે વિશેષમાં કહ્યું કે જ્યાં મૂર્તિઓની સ્થાપના થવાની છે, ત્યાં સંપૂર્ણ રીતે પવિત્રતા જાળવવી જરૂરી છે.
પ્રવેશ દ્વાર પાસેની અવ્યવસ્થાને દૂર કરી, ત્યાં સ્વાગત કરવા માટે ચોક્કસ સ્વચ્છતા અને વ્યવસ્થા જાળવવી પડશે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન સમગ્ર જગ્યાની પવિત્રતા જાળવવી ખાસ જરૂરી છે. આ માટે ધાર્મિક અનુસંધાન અનુસાર વિશિષ્ટ ઉપાયો અપનાવવા સૂચવવામાં આવ્યા. અંતમાં મંદિરના પ્રશાસક અને સંતો સાથે પ્રાણ પ્રતિષ્ઠાની યોજનાના વિશે ચર્ચા કરી અને વિધિ માટે સંપૂર્ણ તૈયારી જાળવવા જણાવ્યું.આ મુલાકાત બાદ, મંદિરના પ્રશાસક અને સ્થાનિક કર્મચારીઓએ તાત્કાલિક રીતે આ સૂચનોને અનુસરવાનું નક્કી કર્યું હતું.