રાજ્યના સમગ્ર રોહિત સમાજના પ્રથમ મહાસંમેલનનું આયોજન 25 સપ્ટેમ્બરના રવિવારના રોજ રામકથા મેદાન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. પરંતુ, તે દિવસે જ અનુસૂચિત મોરચા ભાજપા દ્વારા નારી શંક્તિ વંદના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે રોહિત મહાસંમેલનની તૈયારીઓ છેલ્લા એક વર્ષથી ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રોહિત સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી હતી.
બીજેપી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રેક્ષા વિશ્વભારતી કોબા ગાંધીનગર ખાતે પોતાનો કાર્યક્રમ રાખ્યો છે. આમ બીજેપી અનુસૂચિત મોરચા રોહિત સમાજના કાર્યક્રમના દિવસે જ કાર્યક્રમનું આયોજન કર્યું અને સ્થળ પણ ગાંધીનગર જ રાખ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લામાંથી 50 હજારથી વધુ રોહિત સમાજના લોકો સંમેલનમાં જોડાશે
બીજેપી અનુસૂચિત મોરચાના કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થઈ રહ્યો છે. રોહિત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. રોહિત સમાજનો પ્રથમ કાર્યક્રમ થઈ રહ્યો છે અને તેના માટે સંત શ્રી રોહિદાસ સેવા સમાજ (ગુજરાત ) ગાંધીનગર સંસ્થા દ્વારા તેને સફળ બનાવવા માટે ખુબ જ મહેનત પણ કરવામાં આવી રહી છે અને ગુજરાતના તમામ જિલ્લામાંથી 50 હજારથી વધુ રોહિત સમાજના લોકો સંમેલનમાં જોડાવાના છે.
જોકે તેવામાં બીજેપીના અનુસૂચિત મોરચાના કાર્યક્રમને લઈને નવા તર્ક-વિતર્ક ઉભા થઈ રહ્યાં છે. રોહિત સમાજના લોકો આને બીજેપી તરફથી એક નકારાત્મક સંદેશો આપવામાં આવ્યો હોય તેવું સમજી રહ્યાં છે. સમાજના લોકોનું તેવું પણ કહેવું છે કે બીજેપી અનુસૂચિત મોરચા આ કાર્યક્રમને બીજા દિવસે રાખી શકતા હતા.
સમાજના નવનિર્માણ માટે ચર્ચા વિચારણા કરવા માટે મહાસંમેલન
હાલના સાંપ્રત સમયમાં સમગ્ર રોહિત સમાજની એકતા તેમજ સામાજીક, શૈક્ષણિક, આર્થિક, વ્યવસાયિક અને રોજગારી બાબતે સામુહિક વિચારમંથનથી યોગ્ય દિશામાં સમાજના નવનિર્માણ માટે ચર્ચા વિચારણા કરવા માટે મહાસંમેલન રાખવામાં આવ્યું છે.
#NariShaktiVandana
આપણા સમાજનું નેતૃત્વ કરતી અને પ્રતિભાશાળી મહિલાઓના રાજયસ્તરના ઐતિહાસિક સંમેલનમાં જોડાવા આપ સૌને નમ્રતાપૂર્વક હાર્દિક અપીલ કરું છું.@narendramodi@JPNadda @LalSinghArya@Bhupendrapbjp @CRPaatil @ratnakar273 @BJP4India @BJP4Gujarat pic.twitter.com/dIB6zN55Qn— Dr Pradyuman Vaja (@drpradyuman01) September 13, 2022
બીજેપી અનુસૂચિત મોરચાના ડોક્ટર પ્રદ્યુમન વાંજાને પોતાના કાર્યક્રમના સમય ખબર જ નથી
અનુસૂચિત મોરચાના પ્રમુખ ડોક્ટર પ્રદ્યુમન વાંજાના પ્રમુખને પોતાના જ કાર્યક્રમના સમયનો ખ્યાલ નહતો. જ્યારે ડો વાંજાને નેશન ફસ્ટ ન્યૂઝ દ્વારા પૂછવામાં આવ્યું કે, રોહિત સમાજના કાર્યક્રમના દિવસે જ બીજેપી અનુસૂચિત મોરચાનો કાર્યક્રમ કેમ રાખવામાં આવ્યો તો તેમને જણાવ્યું કે, “અમારો કાર્યક્રમ એક વાગે છે”, અસલમાં તેમના કાર્યક્રમના પોસ્ટરમાં સમય 11 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો છે.
રોહિત સમાજ મહાસંમેલનમાં કયાં-કયાં બીજેપીના નેતાઓ
બીજેપી ધારાસભ્ય આત્મારામભાઈ પરમાર, પૂર્વ મંત્રી, નિવૃત્ત એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કે. ડી. પાટડીયા, પૂર્વ ધારાસભ્ય તથા નિવૃત આઈ. એ. એસ. આર. એમ. પટેલ, સંયોજક કાર્યક્રમ અને બેઠક વિભાગ પ્રદેશ ભાજપ ગુજરાત નરેશ ચાવડા, તેમજ અમદાવાદ શહેર ના કાઉન્સિલર હીરાભાઈ પરમાર, મિત્તલબેન મકવાણા, ભારતીબેન વાણીયા રોહિત સમાજના મંદિરના કાર્યક્રમ સાથે સતત કાર્યરત છે.