Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરીધર્મ

કપડા મેચિંગ અને મનડા મેચિંગ સાથે શિવ અને પાર્વતીની ભક્તિ,જુઓ મહિલાઓએ કેવી રીતે કરી ત્રીજની ઉજવણી..

હિંદુ ધર્મમાં હરિયાળી તીજ અને હરતાલિકા તીજ બંનેનું વિશેષ મહત્વ છે. આ બંને દિવસે માતા પાર્વતીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. આ સમય દરમિયાન મહિલાઓ વ્રત રાખે છે અને દેવી પાર્વતીની પૂજા કરે છે. આવી જ રીતે અમદાવાદના નિકોલ વિસ્તારમાં શબરી પાર્ટી પ્લોટ ખાતે મોટી સંખ્યામાં

મહિલાઓએ ત્રિજની ઉજવણી કરી હતી. સામાજિક કાર્યકર અર્ચના તોમરે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં તમામ મહિલાઓ ગ્રીન કલરની સાડીઓ પહેરીને અને શણગાર સજીને આવી હતી. એટલે એક રીતે કહેવા જઈએ તો હાલમાં ખૂબ જ ધૂમ મચાવી રહેલા ગુજરાતી ગીત કપડા મેચિંગ કરવા છે દલડા મેચિંગ કરવા છે ની સાથે સાથે શિવ અને પાર્વતીની ભક્તિનો અનોખો સંયોગ બન્યો હતો.

હરિયાળી ત્રીજ સામાન્ય રીતે નાગ પંચમીના બે દિવસ પહેલા એટલે કે શ્રાવણ માસની શુક્લ પક્ષ તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનની યાદમાં ઉજવવામાં આવે છે. દંતકથા અનુસાર, આ તે દિવસ છે જ્યારે દેવી પાર્વતીએ શિવની તપસ્યામાં 107 જન્મો વિતાવ્યા બાદ પાર્વતીને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં શબરી પાર્ટી પ્લોટ ખાતે મોટી ત્રિજની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જાણીતા સમાજ સેવક અર્ચના તોમર દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ શબરી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ સાડી અને શણગાર સજીને આવી હતી.

કાર્યક્રમ દરમિયાન હાજર તમામ મહિલાઓ માટે જુદી જુદી એક્ટિવિટી અને રમતોનો પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોટાભાગે કેટલીક મહિલાઓ ઘરકામ અથવા ઓફિસ વર્કમાં જ તેમનો સમય વીતતો હોય છે તેવામાં આવા કાર્યક્રમની ખૂબ જ મહિલાઓ દ્વારા સરાહના કરવામાં આવી હતી.

જાણીતા સોશિયલ વર્કર અર્ચના તોમર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓ માટે મ્યુઝિકલ ચેરની રમત, કલ્ચરલ ડાન્સ, કલ્ચરલ વોક સહિતની જુદી જુદી એક્ટિવિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ એક્ટિવિટીઓમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

હરિયાળી ત્રીજ પર, સ્ત્રીઓ 16 શણગાર પહેરે છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે. તેઓ સુખી દામ્પત્ય જીવન તેમજ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. તેમજ આ દિવસે લીલા રંગના વસ્ત્રો પહેરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે મહિલાઓમાં ઝૂલવાનો ટ્રેન્ડ પણ જોવા મળે છે. મહિલાઓ પણ ત્રીજના ગીતો ગાય છે. આ મહિલાઓએ પણ શિવ પાર્વતીના અનેક ગીતો ગાયને ત્રીજને ઉજવણી કરી હતી અને શિવ પાર્વતીની ભક્તિમાં મહિલાઓ લીન બની ગઈ હતી.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા માટે આવેલી તમામ મહિલાઓએ અર્ચના તોમર, આનંદીબેન પરિહાર, સંધ્યા દુબે, અને મોનિકાબેન રાઠોડ મનો ખુબ ખુબ આભાર માન્યો હતો. આગામી દિવસોમાં પણ મહિલાઓ આવા કાર્યક્રમ નો આનંદ લેતી રહે તે માટે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો આયોજન કરવાનું સૂચન કર્યું હતું.

Related posts

માધવપુરા વિસ્તાર‌ કે ‌મિની લાસવેગાસ , ઠેર-ઠેર વેચાઈ રહ્યો છે દારૂ

Admin

22 August 2023, આજનું રાશિફળ : તુલા રાશિના જાતકો વ્યવસાયમાં નવું સાહસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો તેના વિશે ગંભીરતાથી વિચારો, તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો તમામ રાશિના જાતકોનું આજનું રાશિફળ

Admin

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અંગે કરાશે ગૃહ મંત્રીને રજૂઆત

Admin

Leave a Comment