- જાણીતા ગીત લેખક અને ભાજપ નેતા મનુ રબારીનો પુત્ર છે વીરલ
- ચાર ચાર બંગડી ગીતમાં કિંજલ દવે સાથે કરી હતી એંકટીંગ
- ગાંધીનગરની કોલેજમાં વીરલ કરે છે અભ્યાસ
- રોફ જમાવવાનો વિડીયો થયો વાયરલ
જાણીતા ગીત લેખક અને ભાજપના નેતા મનુ રબારીનો પુત્ર વિરલ હાથમાં રિવોલ્વર રાખી હોવાનો એક વિડીયો હાલમાં જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયોની કોઈ જ પુષ્ટી નેશન ફર્સ્ટ ન્યુઝ કરતું નથી. આ વીડિયોમાં ચાર ચાર બંગડી ફેમ વિરલે હાથમાં રિવોલ્વર રાખી છે કે સ્ટાર્ટર ગન તે પણ એક પ્રશ્ન છે. પરંતુ કાયદાની જોગવાઈ મુજબ સ્ટાર્ટર ગન રાખવામાં પણ સામાન્ય વ્યક્તિ સામે જે રીતે ગુનો દાખલ થઈ શકે છે તે રીતે મનુ રબારીના પુત્ર વિરલ સામે પણ ગુનો નોંધાઈ શકે છે,
જોકે સૌથી મહત્વની વાત એ છે જો કોઈ સામાન્ય વ્યક્તિ આ રીતે રોફ જમાવવાનો પ્રયાસ કરે તો આપણી બહાદુર પોલીસ તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરતી હોય છે ત્યારે મનુ રબારીના પુત્ર સામે પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરે છે કે કેમ તે પણ જોવું રહ્યું.
મહત્વની વાત એ છે કે આ ઘટનામાં જો પોલીસ ગુનો દાખલ નહીં કરે તો તો એક વાત નક્કી છે કે વગદાર વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિઓને જોખવા માટે પોલીસના ત્રાજવા જુદા જુદા છે.
મારા વીરા વિરલ શબ્દો પર મનુ રબારીના પુત્ર વિરલે એક્ટિંગ કરી હતી
થોડાક વર્ષો જાણીતા ગાયક કલાકાર કિંજલ દવેનું ચાર ચાર બંગડી ગીત ખૂબ જ ફેમસ થયું હતું માત્ર ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ આ ગીતે ખૂબ જ ધૂમ મચાવી હતી. આ ગીત જાણીતા લેખક મનુ રબારી એ લખ્યું હતું. કિંજલ દવે આ ગીતને સુરા આપ્યા હતા. આ ગીતમાં મનુ રબારીના પુત્ર વિરલે પણ એક્ટિંગ કરી હતી મારા વીરા વિરલ શબ્દો પર મનુ રબારી ના પુત્ર વિરલે એક્ટિંગ કરી હતી.
હાલમાં કેએસવી યુનિવર્સિટીમાં ABVPનો પ્રમુખ
આ ગીત એટલું તો ફેમસ થયું હતું કે માત્ર દેશમાં નહીં દુનિયામાં આ ગીતનો ડંકો વાગ્યો હતો આ ગીતમાં એક્ટિંગ સમયે વિરલ ખૂબ જ નાનો હતો, જો કે હાલમાં વિરલ ગાંધીનગર ખાતેની કોલેજમાં અભ્યાસ કરે છે અને એબીવીપી સાથે પણ જોડાયેલો છે. તે હાલમાં કેએસવી યુનિવર્સિટીમાં ABVPનો પ્રમુખ છે.
નંબર પ્લેટ વિનાની થાર ગાડીઓ સાથેના પણ અનેક વિડિયો
વિરલના બીજા વિડીયો પણ વાયરલ થયા છે જેમાં મોટાભાગના તે નંબર વિનાની થાર ગાડીઓ સાથે જોવા મળે છે રોડ પર કોઈ ટપોરી છાપ યુવાનની જેમ થાર ગાડીઓ ઉભી રાખીને વિડીયો ઉતાર્યા હોય તેવા પણ અનેક વિડીયો વાયરલ થયા છે..
હાલમાં વિરલનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે વિરલ હાથમાં રિવોલ્વર કે સ્ટાર્ટર ગર્લ લઈને ખુરશીમાં બેસેલો છે. વિરલનો આ વિડીયો ખૂબ જ વાયરલ થયેલો છે આ વીડિયોની પુષ્ટિ નેશન ફર્સ્ટ ન્યુઝ કરતું નથી..