પૂર્વ સાંસદ અને ભાજપના નેતા રાજુ પરમારે આજે નેશન ફર્સ્ટ ન્યુઝના એડિટર ઇન ચીફ ધર્મિષ્ઠા પરમારના નિવાસ્થાને ગણેશજીના દર્શન કર્યા હતા અને આરતીનો લાભ ઉઠાવ્યો હતો.
દેશભરમાં ગણેશજીનો માહોલ છવાયેલો છે દેશમાં અનેક જગ્યાએ પંડાલોમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને દરરોજ ધામધૂમથી ગણેશજીની આરતી અને પ્રસાદ ચઢાવવામાં આવે છે.
ગુજરાતમાં પણ ઘણા બધા શહેરોમાં ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે ખાસ કરીને અમદાવાદમાં લોકો મોટા મોટા પંડાલોમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરતા હોય છે આ ઉપરાંત પોતાના ઘરોમાં પણ ગણેશજીની મૂર્તિ ની સ્થાપના કરતા હોય છે.
નેશન ફર્સ્ટ ન્યુઝ ના એડિટર ઇન ચીફ ધર્મિષ્ઠા પરમારના નિવાસ્થાને પણ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. જ્યાં દરરોજ આરતી અને પ્રસાદ ચઢાવવામાં આવે છે.
આજરોજ પૂર્વ સાંસદ અને ભાજપના નેતા રાજુ પરમાર મુલાકાતે આવ્યા હતા અને ગણેશજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ઉપરાંત પૂર્વ સાંસદ રાજુ પરમારે આરતીનો પણ લાવો માણ્યો હતો. નેતા રાજુ પરમારની ઉપસ્થિતિમાં માહોલ ભક્તિમય બની ગયો હતો. રાજુ પરમારે સ્થાનિક લોકો સાથે પણ તેમને ખબર અંતર પૂછ્યા હતા. રાજુ પરમારની હાજરીને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.