Nation 1 News
BREAKING NEWS
રાજનીતિ

એક શિક્ષિત અવાજ, કુબેરનગરનો વિશ્વાસ, એટલે AAPના ઉમેદવાર રોહિતી તોમર

“નેતૃત્વ માત્ર ખુરશી મેળવવાનું સાધન નથી, પણ જવાબદારી નિભાવવાનો સંકલ્પ છે. કુબેરનગર વોર્ડ નં. ૧૪ ની જનતા સામે આજે એક એવો ચહેરો છે, જેમના જીવનમાં બે મુખ્ય સ્તંભ છે: ‘અવિરત શીખવું’ અને ‘અડગ સત્ય’.

 

AAPના ઉમેદવાર રોહિતી તોમર

એક એવી નેતા જે ‘Study Love’ ને પોતાનો ધર્મ માને છે. તેમનું માનવું છે કે, જે નેતા પોતે સતત શીખતો રહે છે, તે જ સમાજને પ્રગતિના પથ પર લઈ જઈ શકે છે.

તેમનો સૌથી મોટો ગુણ? સત્ય. તેમની સામે ભલે ગમે તે હોય, ગમે તેવા મોટા પડકારો હોય, પણ તેઓ સત્ય બોલવાની આદત ક્યારેય છોડતા નથી. કલમમાં દમ અને વિચારમાં સ્પષ્ટતા – આ જ રોહિતી તોમરની ઓળખ છે.

“જેમના માટે ‘ભણતર’ માત્ર ડિગ્રી નહીં, પણ ‘જીવનભરનું ભાથું’ છે. રોહિતી તોમર કહે છે: ‘શીખવાનો માર્ગ હું ક્યારેય બંધ નહીં કરું’. અને સત્ય? એ તો તેમના લોહીમાં છે. હું હંમેશા સત્ય બોલું છું, સામે ભલે ગમે તે હોય’.

આ છે – જ્ઞાન પ્રત્યેનો પ્રેમ અને સત્ય પ્રત્યેની નિષ્ઠા.

રોહિતી તોમર. એક અડગ વ્યક્તિત્વ.”

રોહીતી તોમરે નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતમાં જણાવ્યું હતું કે મારા માટે જીવનનો સૌથી મોટો પાઠ એ રહ્યો છે કે… શીખવાની પ્રક્રિયા ક્યારેય અટકવી ન જોઈએ. ‘Study Love’ – એ કોઈ માત્ર શોખ નથી, એ તો મારો શ્વાસ છે. મેં નક્કી કર્યું છે કે આ શીખવાનો, સમજવાનો અને જાણવાનો માર્ગ હું ક્યારેય બંધ નહીં કરું. ગમે તેટલા પડકારો આવે, ગમે તેટલી જવાબદારીઓ વધે, પણ આ જ્ઞાનનો દીવો હું હંમેશા પ્રજ્વલિત રાખીશ.”

 

અને સત્ય? એ મારો સ્વભાવ છે, આદત છે, મારો સિદ્ધાંત છે. મારી સામે ગમે તે હોય… કોઈ પાવરફુલ વ્યક્તિ, કોઈ મુશ્કેલ પરિસ્થિતિ કે પછી મારું પોતાનું કોઈ… હું સત્ય બોલવાની હિંમત ક્યારેય નહીં છોડું. કારણ કે, સત્ય જ એક માત્ર રસ્તો છે જે આપણને સાચી દિશામાં લઈ જાય છે.”

એટલે, જ્ઞાન પ્રત્યેનો આ પ્રેમ અને સત્ય પ્રત્યેની આ નિષ્ઠા… એ જ રોહિતી તોમરની ઓળખ છે.””જેમના વ્યક્તિત્વના બે જ મજબૂત સ્તંભ છે: જ્ઞાન અને સત્ય!

રોહિતી તોમર! જેમના માટે ‘Study Love’ એક મિશન છે, જે ક્યારેય અટકવાનું નથી. કારણ કે, શિક્ષિત નેતૃત્વ જ સાચો વિકાસ લાવી શકે છે.”

 

મારો ઉદ્દેશ્ય માત્ર સત્તા સુધી પહોંચવાનો નથી, પણ જનતાની અવાજ બનીને તેમને ન્યાય અપાવવાનો છે. માતૃત્વની હૂંફ સાથે મજબૂત નેતૃત્વનું સંગમ કરીને, કુબેરનગર અને સમગ્ર વિસ્તારના લોકો માટે હું એક એવી આશા બનવા માંગુ છું જે હંમેશા સત્ય અને વિકાસની સાથે ઊભી રહે.”

 

Related posts

5 લાખ લીડનું શું છે ગણિત, વાંચો પાટીલનું ગણિત

Admin

રોહિત મહાસંમેલન Vs ભાજપ મોરચો : BJPના જ રોહિત સમાજના નેતાઓ મૂંઝવણમાં!

Admin

તમારો એક મત – સૈજપુર-બોધામાં પરિવર્તનની લહેર

Admin

Leave a Comment