વડોદરાઃ છેલ્લા ઘંણા સમયથી અનેક વિવાદોથી ઘેરાયેલ વાઘોડિયા રોડ પર આવેલી પારૂલ યુનિવસીર્ટીમાં છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યાર્થીઓ શંકાસ્પદ રીતે આપઘાત કરી રહ્યા છે. દર વર્ષે એક વિદ્યાર્થી આપઘાત કરે છે.છેલ્લા કેટલાક વર્ષોની ઘટના જોતા એક વાત ચોક્કસ છે કે પારુલ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ શંકાસ્પદ રીતે આપઘાત કરી રહ્યા છે. ત્યારે ફરી એકવાર પારુલ યુનિવર્સીટીમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. બી ટેકમાં ભણતા વિદ્યાર્થીએ ગળાફાસો ખાઈને આપઘાત કર્યો છે.
પારુલ યુનિવર્સિટીના અટલ ભવન હોસ્ટેલના રૂમમાં વર્ધમાન યોગેશ ભાઈ પટેલ નામના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૃતક વિદ્યાર્થી પારૂલ યુનિવર્સિટીમાં બી ટેકના પાંચમા સેમિસ્ટરમાં અભ્યાસ કરતો હતો.વર્ધમાનના આપઘાતને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ગત એપ્રિલ મહિનામાં અનિલ પટેલનામના વિદ્યાર્થીએ કર્યો હતો આપઘાત
ગત એપ્રિલ 2024માં પણ BCA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.મૂળ રાજસ્થાનનો 19 વર્ષીય વિદ્યાર્થી અનિલ કેવલરામ પટેલ પારૂલ યુનિવર્સિટીમાં BCA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે છેલ્લા 8 મહિનાથી અટલ ભવન બી હોસ્ટેલમાં રહેતો હતો. અનિલ પટેલે હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી
વર્ષ 2022માં વલસાડના સૌરભે ગળેફાંસો ખાધો હતો
વર્ષ 2022ના ફેબ્રુઆરી મહિનામાં યુનિવર્સિટીની અટલભવન હોસ્ટેલના ત્રીજા માળેથી સૌરભ નરેન્દ્રસિંગ રાજપુરોહિતે પણ યુનિવર્સિટીની અટલભવન હોસ્ટેલના ત્રીજા માળેથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી. મુળ રાજસ્થાનના અને વલસાડમાં રહેતા સૌરભે ગળેફાંસો ખાઇ લીધો હતો.
વર્ષ 2017માં વિદેશી વિદ્યાર્થીએ શંકાસ્પદ રીતે આપઘાત કર્યો હતો
પારૂલ યુનિ.માં વર્ષ 2017માં એપ્રિલ મહિનામાં પણ વિદેશી વિદ્યાર્થીએ શંકાસ્પદ રીતે આપઘાત કરી લીધો હતો.ડીગ્રી એન્જીનિયરીંગનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 22 વર્ષિય જીટે સકાલા મુળ ઝામ્બિયાના વિદ્યાર્થીએ શંકાસ્પદ રીતે આપઘાત કરી લીધો હતો.