Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરી

અમદાવાદના બાપુનગરમાં ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ આયોજિત 27 માં સમૂહ લગ્ન માટેની મીટીંગનું સફળ આયોજન

અમદાવાદના બાપુનગરમાં ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ આયોજિત 27 માં સમૂહ લગ્ન માટેની મીટીંગ યોજાઇ હતી.મિટિંગનુ સફળ આયોજન જગદીશભાઈ પરમાર ગામ કાંઝ તરફથી કરવામાં આવ્યું હતું.

ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આગામી ત્રણ માર્ચ 2024 ના રોજ વિરમગામ તાલુકાના ખોડદ ગામે 27 માં સમૂહ લગ્ન યોજવાના છે.. આ લગ્નના આયોજન માટે ૨૭મા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ બિપીનચંદ્ર સોલંકી, ખજાનચી હરિલાલ,ચંદુભાઈ,જેઠાભાઈ ખુડદ,વિપુલભાઈ જીવાપૂરા અને લોકલાડીલા ટીના ભાઈ જયભોલે રાતદિવસ અથાગ મહેનત કરી સમાજની દીકરી ઓને વધારે ને વધારે દાન ભેટ મળે તે માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે..

અમદાવાદના બાપુનગરમાં ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ આયોજિત 27 માં સમૂહ લગ્ન માટેની મીટીંગ યોજાઇ હતી.
મિટિંગનુ સફળ આયોજન જગદીશભાઈ પરમાર ગામ કાંઝ તથા બળદેવભાઇ ચાવડા ગામ સરસાવડી પધારેલા તમામ મહેમાનોને ફૂલોથી આવકારી આનંદમય પ્રસંગ બનાવી દિધો હતો.

મીટીંગ દરમિયાન ૨૭મા સમુહલગ્ન માટે અંદાજિત ૧,૭૭,૦૦૦/- જેટલી રોકડ દાન ભેટ મળી હતી. સમૂહ લગ્ન સમિતિની યુવા ટીમ રાત દિવસ જોયા વિના અથાગ મહેનત કરી રહી છે જેથી ચુવાળ પરગણા ના વડીલો થી માંડીને તમામ લોકો દ્વારા વાહ વાહી કરવામાં આવી રહી છે..

Related posts

સુરેન્દ્રનગરમાં રણમાં ફસાયેલા પરિવારનો Googleએ‌ બચાવ્યો જીવ…. જાણો કંઈ રીતે બની હતી આખી ઘટના…

Admin

અમદાવાદ જિલ્લાના દેત્રોજના ડાંગરવા ચુંવાળ ગામે પોલીસ બંદોબસ્ત સાથે યુવતીના લગ્નનો વરઘોડો નીકળ્યો, જાણો શું છે સમગ્ર હકીકત

Admin

ગુજરાતનું એકમાત્ર શહેર જ્યાં દરરોજ 15 આંતરરાષ્ટ્રીય લાયસન્સ ઈશ્યૂ થાય છે, 7 મહિનામાં 4080 આંતરરાષ્ટ્રીય લાયસન્સ

Admin

Leave a Comment