Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

ગુજરાતના 55 હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે CPR તાલીમ

સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે આગામી 11 જૂનના રોજ રાજ્યમાં 51 સ્થળોએ 55 હજારથી વધુ પોલીસ જવાનોને CPR તાલીમ આપવામાં આવશે. 37 મેડિકલ કોલેજો ઉપરાંત 14 સ્થળો પર 2500 થી વધુ ડોક્ટરો અને તબીબી વ્યવસાયકો પોલીસ જવાનોને સિદ્ધાંતિક અને પ્રેક્ટીકલ સીપીઆરની ટ્રેનિંગ આપશે.

ગાંધીનગર: કોરાનાની વૅશ્વિક મહામારો બાદ ગુજરાતમાં હાર્ટએટકના કિસ્સામાં સતત વધારો થયો છે અને એમાં પણ યુવાઓના હાર્ટ એટેકના કિસ્સાઓ સામા આવ્યા છે. આવી ઘટના ન બને તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા 55,000 જેટલા પોલીસ જવાનોને સીપીઆર ટ્રેનીંગ માટેનું આયોજન સરકારી દ્વારા કરવામાં આવ્યું છે. દરમિયાન 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ અંગદાન માટેની પ્રતિજ્ઞાનું રજીસ્ટ્રેકશન પણ કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021માં પોલીસ જવાનોને  ટ્રેનિંગ આપવામાં આવી હતી.

37 મેડિકલ કોલેજમાં ટ્રેનિંગ:

ગૃહ વિભાગના 55000 જેટલા પોલીસ જવાનોને સીપીઆર ટ્રેનિંગ બાબતે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાર્ટ એટેક જેવી પરિસ્થિતિમાં ગોલ્ડન અવધ દરમ્યાન જીવ બચે તેને
ધ્યાનમાં લઈને ગૃહ વિભાગના 55000 જેટલા પોલીસ જવાનોને સીપીઆઈ ટ્રેનીંગ આપવામાં આવશે. જેમાં રાજ્યમાં 37 મેડિકલ
કોલેજો ઉપરાંત 14 સ્થળો પર 2500 સુધી વધુ ડોક્ટરો અને તબીબી વ્યવસાયકો પોલીસ જવાનોને સિદ્ધાંતિક અને પ્રેક્ટીકલ
‘સીપીઆરની ટ્રેનિંગ આપશે આ ટ્રેનિંગ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ અને હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેશે. આ ટ્રેનિંગ સવારે 10 થી સાંજના 5 સુધી આપવામાં આવશે.

CPR ટ્રેનિંગ શા માટે જરૂરી?:
CPR ટ્રેનિંગ બાબતે ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય અને ડોકટર પાયલ કુકરાણીએ નેશન ફર્સ્ટ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પોસ્ટ કોવિડ દરમિયાન હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે. હાર્ટ એટેક આવ્યા બાદ દર્દી બ્રેન ડેડ પણ થઈ શકે છે એટલે દદીને બ્રેન ડેડ સુધીના ફોકજે અને તાત્કાલિક ધોરણે બચાવી શકાય તે માટે દદીને CPR આપવું ખૂબ જરૂરી હોય છે. હાલમાં ડોકટર સેલ દ્વારા કોવિડ પછી કેટલા યુવાઓને મૃત્યુ થયા અને મુખ્ય કારણો શું હતા તે બાબતે રિસર્ચ ચાલી રહ્યું છે. પોલોસ જવાનો લોકો વચ્ચે હોય છે અને જો કોઈ આવી ઘટના બને તો જે તે દદી બ્રેન ડેડ સુધી ન જાય તે માટે ૦ર ટ્રેનિગ આપવામાં આવશે.

Related posts

અમદાવાદમાં હોમગાર્ડ જવાનોની કાબિલેદાદ કામગીરી,ઘટના વાંચીને તમે પણ કહેશો સલામ છે આ જવાનોને…. જાણો શું છે સમગ્ર ઘટના…

Admin

ચાર ચાર બંગડી ફેમ વીરો વીરલ રિવોલ્વર સાથે દેખાયો, વિડીયો વાયરલ

Admin

“ધાકડ” ધારાસભ્ય ડૉ.પાયલ કુકરાણીની દિલ્લીમાં PM સાથે મુલાકાત

Dharmistha Parmar

Leave a Comment