બાપુનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રેડ કરે તો નવાઈ નહીં
બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓને લઈને સ્ટેટ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમને રજૂઆત કરાઈ છે. સ્થાનિક લોકોએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને રજૂઆત કરતા સ્ટેટ મોનિટરિંગ સેલની બાપુનગર વિસ્તારમાં દરોડો પાડવાની બાયદરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે બાપુનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે.. જેને લઈને બાપુનગર ના પી.આઈ પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ સ્ટેટ મોનિટરિંગ સેલને રજૂઆત કરી છે..
નોંધનીય છે કે બાપુનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. બાપુનગર પોલીસ આ માટે દર મહિને હજાર રૂપિયા ભરણ પણ લે છે.. જેથી બાપુનગર પોલીસ આ લોકો સામે કોઈ જ પગલાં લેતી નથી. જેને પગલે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જેથી સ્થાનિક લોકોએ એસએમસી ની ટીમને રજૂઆત કરી છે..