ગુજરાતમાં જ નહીં પરંતુ સાત સમંદર પાર જેમની લોકચાહના છે એવા નરોડાના ધાકડ ધારાસભ્ય ડૉ.પાયલ કુકરાણીએ આજરોજ દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી..આ ઉપરાંત ઠક્કરનગર વિધાનસભાના ધારાસભ્યા કંચનબેન રાદડીયા અને અન્ય મહિલા ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. ડૉ.પાયલ કુકરાણીએ આ મુલાકાતને ખુબ જ સફળ ગણાવી હતી…નોંધનીય છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા હતા ત્યારે પણ ગાંધીનગર ખાતે ડો.પાયલ કુકરાણી સાથે મુલાકાત કરી હતી.
એવું કહેવાય છે કે પુરુષની સફળતામાં સ્ત્રીનો બહુ મોટો ફાળો હોય છે. એક સ્ત્રી પોતાના પરિવારની ખુશી માટે ન જાણે કેટલા બલિદાન આપે છે. એટલું જ નહીં, આજના સમયમાં મહિલાઓએ પોતાની જાતને ખૂબ જ સશક્ત બનાવી છે. મહિલાઓ તેમના ઘરની સાથે સાથે તમામ ક્ષેત્રોમાં પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલી રહી છે. સાથે જ તે ઘર અને કાર્યસ્થળ બંનેની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવી રહી છે..આવી જ રીતે નરોડાના ધાકડ ધારાસભ્ય ડો.પાયલ કુકરાણી પણ ખુબજ સારી રીતે પોતાની બંને ફરજ બજાવી રહ્યા છે..
નરોડા વિસ્તારના યુવા અને જાગૃત ધારાસભ્ય ડૉ. પાયલબેન કુકરાણી સતત જનતાની પડખે રહી લોકોના કામ કરતા આવ્યા છે. જેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ સમયાંતરે પોતાના મત વિસ્તારમાં લોકોને પડતી સમસ્યા અંગે સ્થાનિકો સાથે ચર્ચા કરે છે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા પ્રયત્નશીલ પણ રહે છે.
નરોડાના ધાકડ ધારાસભ્ય ડૉ.પાયલ કુકરાણીએ આજરોજ દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી..આ ઉપરાંત ઠક્કરનગર વિધાનસભાના ધારાસભ્યા કંચનબેન રાદડીયા અને અન્ય મહિલા ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા