Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરીગામની વાત

અમદાવાદના પૂર્વ ઝોનમાં રખેવાળી કરતી બિલાડી જ દૂધ પી રહી છે..સીલ કરાયું હોવા છતાં ધમધોકાર ચાલી રહ્યું છે બાંધકામ

  • રંગ બદલતા કાચીંડાને પણ શરમાવે એસ્ટેટ ખાતાના અધિકારીઓ
  • સીલ કરાયું હોવા છતાં હજી પણ ધમધોકાર ચાલી રહ્યું છે બાંધકામ
  • સીલ માર્યા બાદ પણ કયા અધિકારીની રહેમ નજરથી ચાલી રહ્યું છે ધમધોકાર બાંધકામ
  • વાંચો નેશન ફર્સ્ટ ન્યુઝનો ખાસ અહેવાલ

હા તમે બિલકુલ સાચું જ વાંચી રહ્યા છો..રખેવાળી કરતી બિલાડી જ દૂધ પી રહી છે.પૂર્વ ઝોનના નિકોલ વોર્ડમાં આવેલા હરિકૃષ્ણ સોસાયટીમાં સીલ માર્યા બાદ પણ બાંધકામની કામગીરી હજી પણ ધમધોકાર ચાલી રહી છે.. સૂત્રોના જણાવ્યા મુજબ એસ્ટેટ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ આ કામગીરી શીલ માર્યા બાદ પણ ધમધોકાર ચાલી રહી છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે રંગ બદલતા કાચીંડાને પણ શરમાવે તેવી એસ્ટેટ વિભાગના અધિકારીઓની કામગીરી જોવા મળી રહી છે..

નિકોલ વોર્ડમાં એસ્ટેટ ખાતાના અધિકારીઓની રહેમ નજર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા નિકોલ વોર્ડમાં એસ્ટેટ ખાતાના અધિકારીઓની રહેમ નજર હેઠળ સીલ કરાયેલું બાંધકામ હજી પણ ધમધોકાર રીતે ચાલી રહ્યું છે. બાંધકામને સીલ માર્યા બાદ પણ ફરીથી બાંધકામની કામગીરી ચાલુ થઈ જતા એસ્ટેટ વિભાગના અધિકારીઓની પૂરેપૂરી રહેમ નજર હોવાનું જોવા મળી રહ્યું છે.

બાંધકામને જે તે સમયે સીલ મારી દીધું હતું

નિકોલ ખાતે આવેલા શિવાજી ચોક પાસેની હરિકૃષ્ણ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. આ બાંધકામ ગેરકાયદે રીતે કરવામાં આવી રહ્યું હતું. ગેરકાયદે બાંધકામ થતું હોવાથી એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે એસ્ટેટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. એસ્ટેટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા એસ્ટેટ વિભાગના અધિકારીઓએ આ બાંધકામને જે તે સમયે સીલ મારી દીધું હતું.નિકોલ ખાતે આવેલા શિવાજી ચોક પાસેની હરિકૃષ્ણ સોસાયટીમાં કોમર્શિયલ બાંધકામને એસ્ટેટ વિભાગે સીલ કર્યા બાદ પણ હાલમાં પણ અંદરખાને આ બાંધકામ ધમધોકાર ચાલી રહ્યું છે.

દેખાડા પૂર્તિ કામગીરી કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકોનું કહેવું 

એસ્ટેટ વિભાગ દ્વારા માત્ર દેખાડા પૂર્તિ કામગીરી કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓ દ્વારા મસમોટો તોડ કરીને આ બાંધકામ ચાલવા દેવાતું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. એટલે કે એક રીતે કહેવા જઈએ તો જે બિલાડીને દૂધની રખેવાળી સોંપી છે તે જ બિલાડી ધીરે ધીરે દૂધ પી રહી છે અને મજાની વાત તો એ છે કે દૂધ પીધા પછી બિલાડી ઓડકાર પણ લેતી નથી.

ગેરકાયદે બાંધકામની પાછળ એક મોટા ગજાના નેતાનો હાથ

સૂત્રોનું માનીએ તો આ ગેરકાયદે બાંધકામની પાછળ એક મોટા ગજાના નેતાનો હાથ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મોટા ગજાનાં નેતાએ એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે હાથ મિલાવીને આ બાંધકામને ધમધોકાર ચાલવા મસમોટો વહીવટ કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.. આગળના દરવાજે સીલ માર્યું હોવા છતાં પાછળના દરવાજેથી બિન્દાસ રીતે બાંધકામ નું કામ ચાલી રહ્યું છે. એટલે એ વાત ચોક્કસ છે કે જે બિલાડીને દૂધની રખેવાળી સોપાઈ છે.. તે બિલાડી જ પોતે હવે દૂધ પી રહી છે..

Related posts

વિડીયો ગેમ રમવાની લત 12 વર્ષના જયનેશને મોત સુધી લઈ ગઈ, વલસાડનો કિસ્સો..

Dharmistha Parmar

લોક ગાયિકા દિવ્યા ચૌધરીએ એક સાથે 70 બોટલ લોહી એકઠું કરી દીધું જાણો કેમ…

Admin

અમદાવાદના મેમ્કો બ્રિજ નીચે કોનું દબાણ?

Admin

Leave a Comment