અમદાવાદ હોમગાર્ડમાં ડિવિઝન-7 ના હોમગાર્ડ જવાનોએ એવી કામગીરી કરી છે કે તમે પણ તેમની કામગીરીને બિરદાવાનું ચૂકશો નહીં.. ડિવિઝન-7 ના હોમગાર્ડ જવાનોએ કરેલી કામગીરી અન્ય જવાનો માટે પણ પ્રેરણાદાયક બની રહે તેમ છે. વાત જાણે એમ છે કે હોમગાર્ડ માં ડિવિઝન-7 માં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનનુ નિધન થતાં સહકર્મી હોમગાર્ડ જવાનોએ પોતાના એક એક દિવસનુ વેતન એકઠું કરીને કુલ 1.70 રૂપિયાની રકમ મૃતકના પરિવારજનોને અર્પણ કરી હતી.
વિગતો એવી છે કે ડીવીજન -7 મા ફરજ બજાવતા હોમગાર્ડ સભ્ય સ્વ. અમીરજી કચરાજી ચાવડાના અવસાન નિમિતે ડીવીઝન -7 વતી તેમના પરિવાર ને રૂપિયા 1,70,000(એક લાખ સીતેર હજાર )ની આર્થિક સહાય પશ્ચિમના જિલ્લા કમાન્ડર શ્રીકુમાર પટેલ તથા પૂર્વના જિલ્લા કમાન્ડર સ્નેહલ પટેલ સાહેબ ના વરદ હસ્તે સ્વ. અમીરજી ચાવડાના પરિવારને આપવામા આવેલ.
આ પ્રસંગે ડીવીઝન -7ના ડીવીઝન કમાન્ડર રાજેશ પાટીલ ,બી. વી. બેન્કર સાહેબ, ભાવિક જરદોસ તથા મોટી સંખ્યામા ડીવીઝન -7ના હોમગાર્ડ સભ્યો હાજર રહ્યા હતાં. ડિવિઝન-7 ના હોમગાર્ડ જવાનોએ કરેલી કામગીરી અન્ય જવાનો માટે પણ પ્રેરણાદાયક બની રહે તેમ છે.