Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

નરોડા પોલીસે કર્યુ એવું કામ કે બાળકો દોડતા આવ્યા…અને પછી ખુદ પોલીસ કમિશનર પણ આવ્યા…જાણો શુ છે આખી ઘટના

અમદાવાદના પુર્વ વિસ્તારમાં નરોડા પોલીસે કંઇ એવુ કામ કર્યુ કે પોલીસ લાઇનમાં રહેતા બાળકો દોડતા આવી ગયા હતા અને તે પછી ખુદ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલિક પણ ત્યાં આવ્યા હતા,વાત જાણે એમ છે કે અમદાવાદ પોલીસ દ્વારા સમગ્ર અમદાવાદમાં પોલીસ પરિવારના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે..જેના ભાગ રૂપે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં પણ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે..24 મેથી 31 મે સુધી નરોડા પોલીસ લાઇનના બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે..

ઉનાળાના વેકેશન દરમિયાન લાંબી રજાઓ દરમિયાન પોલીસ લાઈનમાં વસવાટ કરતા લાઈન બોયના માનસમાં સકારાત્મક ક્રિએટિવિટીનો વિકાસ થાય અને લાઈન બોયની છાપ સુધરે. આ ઉપરાંત, પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય, એવા શુભ આશયથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ આ સમર કેમ્પમાં બાળકોને પેઇન્ટિંગ, કેલીગ્રાફી, કરાટે, ડાન્સ, ચેસ, મહેંદી, વિગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેનાથી બાળકોમાં સ્વયમ શિસ્ત, સ્વનિર્ભરતા, ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો પણ વિકસિત થાય છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક, ઇન્ચાર્જ અધિક પોલીસ કમિશનર, સેકટર-2 નીરજ બડગુજર, ડીસીપી ઝોન 4 અને નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.વી.પટેલ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા સમર કેમ્પની વિઝિટ કરી, પોલીસ પરિવારના બાળકો તથા તેના માતાપિતા અને માનદ સેવા આપતા ઇન્સ્ટ્રકટરને મળી,.પોલીસ પરિવાર દ્વારા આયોજિત સમર કેમ્પમાં કરવામાં આવતી પ્રવૃત્તિની સમીક્ષા કરી, અમદાવાદ શહેર પોલીસની કામગીરીની સરાહના કરી, બિરદાવવામાં આવી હતી.

Related posts

અમદાવાદ 51 પોલીસ ઇન્સપેક્ટરની બદલી,પોલીસ કમિશ્નર જી એસ મલિકે કરી બદલી, વાંચો કોની ક્યાં થઈ બદલી…

Admin

બાપુનગર પોલીસ સ્ટેશનના પીઆઇનો બુટલેગરોને ખુલ્લો દૌર

Admin

મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ અને માર્ગદર્શન માટે G20 અંતર્ગત સેમિનાર યોજાયો

Dharmistha Parmar

Leave a Comment