અમદાવાદના નિકોલમાં મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડ્રાઇવનું આયોજન
ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કેન્સરનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.. જેને ડામવા હવે સામાજિક સંથાઓ જનતાની સેવા માટે અગ્રેસર થઈ રહી છે.. ત્યારે અવેર એલી ફાઉન્ડેશન સંસ્થાએ ઉત્તમ અભિગમ હાથ ધર્યો છે..
શહેરના નિકોલ વિસ્તારમાં મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.. હાલના સમયમાં કુત્રિમ ખોરાક અને અચોક્કસ જીવન શૈલી ને કારણે મહિલાઓ બ્રેસ્ટ કેન્સર નો શિકાર બની રહી છે.. ત્યારે અવેર એલી ફાઉન્ડેશન દ્વારા 50 થી વધારે મહિલાઓના મફત મેડિકલ ચેકઅપનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું .. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓએ હાજરી આપી હતી અને મેડિકલ ચેકઅપ કરાવ્યું હતુ..
આ કાર્યકર્મમાં નિકોલ વોર્ડના મહિલા કોર્પોરેટર વિલાસબેન દેસાઈ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.. સાથે જે સ્થાનિક બિઝનેસમેન સંજય પટેલે કાર્યકર્મમાં હજાર રહી મહિલાઓને કેન્સરને લગતી માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.. મહિલાઓના મેડિકલ ચેકઅપ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ કાર્યકર્મ અન્વયે અવેર એલી ફાઉન્ડેશનના ડાયક્રેક્ટર જોલીબેન શેઠ દ્વારા તમામ લોકોનો આભાર માની ભવિષ્યમાં પણ સામાજિક ઉત્થાનના કાર્ય કરવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી..