Nation 1 News
હેલ્થ

ઉનાળામાં તમારી સ્કિન ચમકતી રાખવી છે તો શું કરવું પહેલા આ વાંચી લો..

ઉનાળામાં તમારી તીન ચમકતી રાખવી છે તો શું કરવું પહેલા આ વાંચી લો..

ઉનાળામાં પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. સૂરજના યુવી કિરણોના વધારે સંપર્કમાં આવવાથી સ્કિન ડેમેજ થઈ શકે છે. આ સિઝનમાં હાઈડ્રેશનની સાથે સાથે સ્કીન મોઈસ્ચરાઈઝ કરવી પણ જરૂરી છે.

એવામાં તમે સ્કીનમાં નારિયેળ તેલ લગાવી શકો છો. આ તેલમાં ઘણા એવા ગુણ હોય છે જે તમારી સ્કીનને કોમળ બનાવે છે. જણાવી દઈએ કે નારિયેળ તેલમાં એન્ટીઓક્સીડેન્ટ, ફેટી એસિડ અને વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે.

તેનાથી સ્કીન સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઓછી થાય છે. જો તમે દિવસમાં બે વખત સ્કીન પર નારિયેળ તેલથી મસાજ કરો છો તો તેનાથી સ્કીનમાં બ્લડ સર્કુલેશન પણ સારૂ રહેશે. જાણો નારિયેળ તેલના ફાયદા વિશે.

સ્કીન કરશે ડિટોક્સીફાય
તમને જણાવી દઈએ કે નારિયેળ તેલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ સ્કીનમાં હાજર અશુદ્ધિઓને દૂર કરે છે. ચહેરા પર નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી સ્કીન ડિટોક્સીફાઈ થાય છે. તેનાથી ત્વચાને પોષણ પણ મળે છે. તેના ઉપરાંત આ સ્કીન પોર્સને પણ ટાઈટ કરે છે.

ડાઘ થશે ઓછા
સ્કીન પર ડાઘ ધબ્બા ઓછા કરવા માટે સ્કીન પર કોકોનટ ઓયલ લગાવો. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ સેલ ટર્નઓવરને પ્રોત્સાહન આપે છે. તેનાથી ખીલના નિશાનથી છુટકારો મળે છે. જો તમને વધારે નિશાન થઈ ગયા છે તો નારિયેળનું તેલ લગાવો.

સ્કીન કરે છે મોઈશ્ચરાઈઝ
નારિયેળના તેલમાં હાજર વિટામિન ઈ અને ફેટી એસિડ ગુણ તમારી સ્કીનને સારી રીતે મોઈસ્ચરાઈઝ કરે છે. તેમાં હાજર પોષક તત્વ ડ્રાય સ્કીનને સોફ્ટ કરે છે. તેનાથી સ્કીનને પોષણ મળે છે.

સ્કીનને કરે છે પ્રોટેક્ટ
નારિયેળનું તેલ સ્કીન પર લગાવવાથી સ્કીન પર એક પ્રોટેક્ટિવ લેયર બની જાય છે. આ સ્કીનને યુવી કિરણોથી ડેમેજ થવાથી બચાવે છે. જો તમે પોતાની સ્કીનની ટેનિંગને ઓછી કરવા માંગો છો તો નિયમિત રીતે ચહેરા પર નારિયેળ તેલ લગાવી શકો છો.

Related posts

રાજયની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો હડતાળ પર, OPD બંધ રાખી વિરોધ

Admin

જૂનીયર તબીબોની હડતાળનો મામલો, સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે

Admin

કિડની ટ્રાન્સપ્લાન્ટના ભીષ્મ પિતામહ અને દુનિયાની સૌથી મોટી કિડની હોસ્પિટલ શરૂ કરનારા ડો. એચ. એલ. ત્રિવેદીને‌ જન્મદિને સત સત નમન…..

Admin

Leave a Comment