કહેવાય છે ને કે શ્રધ્ધા હોય ત્યા પુરાવાની જરૂર હોતી નથી
BCCIના સેક્રેટરી જય શાહે તેમના પરિવારના કપરા સમયમાં કોણ મદદે આવ્યું હતું અને કોને જય શાહે પોતાની બધી તકલીફો કહી હતી તે રાઝ ખુદ જય શાહે ખોલ્યા છે અને જય શાહે જ ખુદ કહ્યું છે કે જયારે પરિવાર કપરા સમયમાં હતો ત્યારે હું આ જગ્યા એ આવ્યો હતો. અને મારી તમામ તકલીફો મે માતાજી સામે કહી હતી અને મારી તકલીફો દુર થઇ ગઇ હતી
સાણંદના વિરોચનનગર ખાતે આવેલા મોટણના મેલડીમાંની ખ્યાતી જગવિખ્યાત છે.અનેક મહાનુભાવો મેલડીમાંના દર્શન કરતા હોય છે ત્યારે ગત સપ્તાહે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ પણ વિરોચનનગર ખાતે મેલડીમાંના દર્શને પહોંચી ગયા હતા,મેલડીમાતાના દર્શન કરી જય શાહે હાજર મહંતના આર્શીવાદ પણ લીધા હતા અને જય શાહે કહ્યું હતું કે “આપો સૌને હું કહેવા માંગુ છુ કે 2010માં જયારે અમારા પરિવારનો કપરો કાળ હતો ત્યારે હુ મારી તકલીફો લઇને મેલડીમાંએ આવ્યો હતો,વિસતની મેલડીમાંએ જયારે આવ્યો ત્યારે બધી જ તકલીફો મે મેલડીમાંને સોંપી અને મારી બધી જ તકલીફોમાંથી હું બહાર નીકળી ગયો,એટલે મારા માટે આ મેલડીમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.એટલે હુ દર્શન કરવા આવ્યો હતો”
જુઓ પુરો વિડિયો….
BCCIના સેક્રેટરી જય શાહ ગત સપ્તાહે સાણંદના વિરોચનનગર ગામે આવેલા મોટણની મેલડી માતાના દર્શને ગયા હતા અને દર્શન કર્યા બાદ આ શબ્દો કહ્યા હતા. ત્યારે ખરેખર આ હળહળતા કળિયુગમાં મેલડી જાગતુ દેરુ હોવાના પુરાવા સમાન જ કહી શકાય.
આ અંગે વિરોચનનગર મોટણની મેલડીમાતાના મંદિર એક સેવકને પુછતા તેમણે કહ્યું હતું કે જય શાહ ગઇ તા 27 માર્ચ 2024ના રોજ મેલડી માતાના દર્શન કરવા મંદિરે આવ્યા હતા અને માતાજીના દર્શન કરી મહંતના આર્શિવાદ લીધા હતા. આ અગાઉ પણ જય શાહ મોટણની મેલડી માતાના દર્શન કરવા અનેકવાર આવેલા છે.
નોંધનીય છે કે આ અગાઉ અનેક નેતાઓ અને મહાનુભાવોએ મોટણની મેલડીમાતાના દર્શન કરી ચુકયા છે. અધિકારીઓ હોય કે નેતાઓ મેલડીમાતાના દર્શને આવતા હોય છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીથી માંડીને અનેક મોટા નેતાઓ મેલડી માતાના દર્શન કરી ચુકયા છે. મોટણની મેલડી માતાના પરચાથી દેશ વિદેશના ભક્તો વાકેફ છે.