Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરી

MLA પાયલ કુકરાણીની મહેનત રંગ લાવી,ગુમ બાળકીનું કલાકોમાં પરિવાર સાથે કરાવ્યું મિલન

  • સરદારનગરમાંથી 13 વર્ષની બાળકી થઇ હતી ગુમ
  • MLA પાયલ કુકરાણીએ પોતાની આગવી સુઝ વાપરી
  • કલાકોમાં બાળકી જયપુરમાં હોવાની મળી માહિતી
  • સમાજના લોકો રોડ પર ઉતરતા તેમને પણ સમજાવ્યા

શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા સુભાષમહારાજની ગલીમાંથી એક 12 વર્ષીય બાળકી ગઇકાલે બપોરે દોઠ વાગ્યાની આસપાસ અચાનક ગુમ થઇ ગઇ હતી..સીંધી સમાજની બાળકી ગુમ થયાની જાણ થતાં જ ધારાસભ્ય પાયલ કુકરાણી અને તેમના પિતા મનોજ કુકરાણી પરિવારના ઘરે પહોંચી ગયા હતા..

બીજી તરફ સમાજના લોકો પણ મોડી રાત્રે 12 વાગે હાંસોલ ચોંકીની સામે જ કલાકો સુધી ચક્કાજામ કરી દીધો હતો..પરંતુ પાયલ કુકરાણીએ આગવી સુઝ વાપરી સમાજના લોકોને પણ સમજાવ્યા હતા અને શાંત પાડયા હતા..બીજી તરફ પોલીસને પણ ખાસ સૂચના આપી બાળકીની ટેકનીકલ સર્વેલન્સની મદદથી શોઘખોણ ચાલુ કરાવી દીધી હતી..

વિગત એવી છે કે સરદારનગર વિસ્તારમાં આવેલા સુભાષમહારાજની ગલીમાંથી એક 12 વર્ષીય બાળકી અચાનક ગઇકાલે બપોરે દોઠ વાગ્યાની આસપાસ અચાનક ગુમ થઇ ગઇ હતી..આ અંગેની જાણ થતાં જ ધારાસભ્ય પાયલ કુકરાણી અને તેમના પિતા મનોજ કુકરાણી પરિવારના ઘરે પહોંચી ગયા હતા.પાયલ કુકરાણીએ તાત્કાલીક ધોરણે પોલીસને બાળકીને કોઇ પણ ભોગે શોધવાની સૂચના આપી દીધી હતી


મોડી રાત્રે 12 વાગે લોકોએ એરપોર્ટ રોડ કર્યો ઠપ્પ

પાયલ કુકરાણી પોતાના તમામ પ્રયત્નો કરી રહ્યા હતા..બીજી તરફ સમાજના લોકો પણ હાંસોલ ચોકી ખાતે રાત્રે 12 વાગે ભેગા થઇ ગયા હતા અને એરપોર્ટ રોડ ચક્કાજામ કરી દીધો હતો તેમને મનાવવા પાયલ કુકરાણીના પિતા મનોજ કુકરાણી પોતે પહોચી ગયા હતા અને સમાજના લોકોને સમજાવ્યા હતા અને મામલો થાળે પડાવ્યો હતો

બાળકીનો પતો ન લાગ્યો ત્યાં સુધી MLA પાયલ કુકરાણી પરિવારજનો સાથે રહ્યા

બાળકીનો પતો ન લાગ્યો ત્યાં સુધી MLA પાયલ કુકરાણી પરિવારજનો સાથે રહ્યા હતા..આજે વહેલી સવારે જયપુરમાં બાળકી હોવાની ભાણ મળી હતી..જેથી પરિવારજનો હાલમાં જયપુર જવા રવાના થઇ ગયા છે..

Related posts

શુ તમારા સંતાનને વડોદરાની પારૂલ યુનિવસીર્ટીમાં ભણવા મુકવાના છો ?..તો પહેલા આ સમાચાર વાંચી લેજો…નહી તો પછતાશો..

Admin

વટવા વિસ્તારમાં પોલીસના નાક નીચે જ વેચાઈ રહ્યો છે દારૂ…

Admin

વેજલપુર વિસ્તારમાં અડધી રાત્રે દૂધ ના મળે પણ દારૂ તો મળે જ

Admin

Leave a Comment