Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

સિવિલ હોસ્પિટલ કે પીરાણાની ડમ્પીંગ સાઈડ

સિવિલ 1200 બેડની હૉસ્પિટલમાં ગંદકીનો ઢગ

1200 બેડમાં સફાઈના નામે કરોડોનું કૌભાંડ

સફાઈના નામે અનેક એવોર્ડ ખાલી નામના

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં કોરોના કેસની સંખ્યા વધતા મહિલા અને બાળ રોગની 1,200 બેડની હૉસ્પિટલને કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવી હતી. 16 ફેબ્રુવારી 2021 અમદાવાદ સિવિલ ખાતે મહિલા અને બાળ હૉસ્પિટલ ફરી શરૂ કરવામાં આવી.

સારવાર માટે આવેલા દર્દીના સગા-વહાલા 1,200 બેડની હૉસ્પિટલમાં આવેલા પેસેજનો ઊપયોગ કરે છે, જ્યારે સિવિલ હોસ્પિટલનું તંત્ર સ્વચ્છતાના નામે મોટી મોટી વાતો કરે છે પરંતુ આ જ સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં કચરાનો ઢગલો પીરાણા ડમ્પીંગ સાઈડને પણ ભુલાવી દે તેમ છે .

તમે જોઈ શકો છો દ્રશ્યો કે મહિલા અને બાળ રોગની 1,200 બેડની હૉસ્પિટલમાં કેવા પ્રકારની ગંદકી જોવા મળી રહી છે. આ હોસ્પિટલ ઓછી અને મીની પીરાણા ડમ્પીંગ સાઈડ વધુ લાગે છે

સારવાર માટે આવેલા દર્દીના સગા-વહાલા ત્યા જ સુઈ જાય છે ત્યારે ત્યા સ્વચ્છતાના નામે શૂન્ય છે. સિવિલ હોસ્પિટલમાં લોકો પોતાના રોગોનાં નિદાન માટે આવે છે ત્યારે ત્યા કેટલાક નવા રોગો એ ગંદકીના લીધે થતાં હશે. શું આ છે સિવિલ હોસ્પિટલની સ્વચ્છતા અંગેની કામગીરી…

Related posts

મહાઠગ પંકજ ખત્રીને કોર્ટની લપડાક, સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન કર્યા ના મંજૂર: વેપારીઓને મળી ન્યાયની આશા

Admin

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાણતા કે અજાણતા કાચું કાપ્યું, બિલાડીને દૂધની રખેવાળી સોંપી

Admin

બાપુનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રેડ કરે તો નવાઈ નહીં

Admin

Leave a Comment