દાદા દસ નંબરી,બાપ બારા નંબરી,બેટા સબસે બડા નંબરીની જેમ દાદા,પુત્ર અને પૌત્રની ગેંગે એવી તો કરામતો કરી છે કે કોઈ ફિલ્મનો ડાયરેક્ટર હોય તો એ પણ ગોથા ખાઈ જાય.. હમારા તો ખાનદાની પેસા હે ની જેમ દાદા પુત્ર અને પૌત્રની આ ખાનદાની ઠગોની ટોળકી એ એવી તો કરામતો કરી છે કે ખુદ CID ક્રાઈમ પણ ચોકી ઉઠી છે. ખાનદાની ઠગોની ટોળકીએ શાકભાજી અને ફ્રુટના વેપારી બનીને પણ કરી કરોડોની ઠગાઈ કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
CID ક્રાઈમના DYSP અશ્વિન પટેલે શું કહ્યું…
આ અંગે CID ક્રાઈમના DYSP અશ્વિન પટેલે નેશન ફર્સ્ટ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પંકજ ખત્રીએ અને તેના પુત્ર એ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. કાપડના વેપારીઓ ઉપરાંત શાકભાજીના વેપારીઓ અને ફ્રુટના વેપારીઓને પણ આ ટોળકીએ ચૂનો લગાવ્યો હોવાની વિગતો બહાર આવી છે.
ગેંગ કંઇ રીતે વેપારીઓને આસાનીથી ઠગતી હતી
પોલીસે પંકજ અને નિલમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પંકજ ખત્રી,તેના પિતા મહાદેવ ખત્રી અને પુત્ર ઉતમ ખત્રી પણ આ ઠગાઇમાં સામેલ છે..એટલેકે લોકોને ઠગવાનો આ ગોંરખધંધો તેમની ત્રણ પેઢીથી ચાલતો આવે છે..હાલમાં સીઆઇડી ક્રાંઇમે પંકજ અને નિલમની ધરપકડ કરી લીધી છે.. બંન્નની પુછપરછમાં આ ગેંગ કંઇ રીતે વેપારીઓને આસાનીથી ઠગતી હતી તે ખાસ એમઓ પણ જાણવા મળી હતી.
ટામેટા બટાકા અને મિક્સ શાકભાજીના હોલસેલ વેપારી હોવાનું બતાવીને પણ અનેક વેપારીઓ સાથે ઠગાઈ
ખાનદાની ઠગોની ટોળકી આ ટોળકી રાજશ્રી ઇન્ક નામની પેઢી બનાવીને પોતે ટામેટા બટાકા અને મિક્સ શાકભાજીના હોલસેલ વેપારી હોવાનું બતાવીને પણ અનેક વેપારીઓ સાથે ઠગાઈ કર્યો હોવાનું બહાર આવ્યું છે. શાકભાજીના વેપારી બનીને અમદાવાદ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ઠગાઈ કર્યું હોવાનું બહાર આવ્યું છે.