Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

મલિક સાહેબ તમે બિલાડીને દૂધની રખે વાળી સોંપી તો ભલે સોંપી પણ બિલાડી પોતે જ હવે દૂધ પી જાય છે !

સરદારનગર વિસ્તારમાં બિલાડીને દૂધની રખેવાળી સોપાઈ તો ગઈ છે પરંતુ હવે ઘાટ એવો સર્જાયો છે કે બિલાડી પોતે જ દૂધ પી જાય છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ.મલીકે જાણતા કે અજાણતા બિલાડીને દૂધની રખેવાળી સોંપી તો ખરી પણ આદતથી મજબૂર બિલાડી ‌હવે પોતે જ દૂધ પી રહી છે.. વાત જાણે એમ છે કે થોડા સમય પહેલા અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલીકે સરદાર નગર પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઇ તરીકે એસ બી ચૌધરીની નિમણૂક કરી હતી. તમને યાદ અપાવી દઈએ કે આ એ જ એસબી ચૌધરી છે કે જેમને બોટાદ લઠ્ઠા કાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો તે સમયે CPI તરીકે ફરજ બજાવતા હતા

પીઆઇ એસ બી ચૌધરી બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયો તે સમયે સીપીઆઈ તરીકે ફરજ બજાવતા હતા.. લઠ્ઠાકાંડ બાદ ગુજરાત સરકારે આઈપીએસ સુભાષ ત્રિવેદીને આ સમગ્ર લઠ્ઠાકાંડની તપાસ સોંપી હતી. સિનિયર આઇપીએસ સુભાષ ત્રિવેદીની તપાસમાં બહાર આવ્યું હતું કે સમગ્ર લઠ્ઠાકાંડ માટે સીપીઆઈ એસબી ચૌધરી ઉપરાંત તેમનો સ્ટાફ જવાબદાર છે. જેથી ગૃહ વિભાગે તાત્કાલિક ધોરણે પગલાં લઈને સીપીઆઈ એસબી ચૌધરી અને અન્ય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. એસ બી ચૌધરીનું સસ્પેન્શન ખતમ થતાં તેમની અમદાવાદમાં બદલી કરવામાં આવી હતી. અમદાવાદમાં ચૌધરીને લીવ રીઝર્વમાં રખાયા હતા.

આદતથી મજબૂર પી.આઈ ચૌધરીએ સરદારનગરમાં પણ દારૂ જુગારના અડ્ડાઓને બેફામ રીતે છૂટ આપી

દરમિયાનમાં અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે લીવ રિઝર્વ માં રહેલા પીઆઇએસબી ચૌધરીને સરદાર નગર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ તરીકે નિમણૂક કરી હતી.. મલિક સાહેબે જાણતા કે અજાણતા પીઆઇ ચૌધરીને રાઉન્ડ ધી ક્લોક દારૂથી ધમધમતા સરદાર નગર વિસ્તારમાં બદલી કરી તો દીધી પરંતુ આદતથી મજબૂર પી.આઈ ચૌધરી સરદાર નગરમાં પણ દારૂ જુગારના અડ્ડાઓને બેફામ રીતે છૂટ આપી હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એટલે એ વાતમાં કોઈ જ મીનમેખ નથી કે બિલાડીને દૂધની રખે વાળી સોંપાઈ તો ખરી પરંતુ બિલાડી પોતે જ હવે દૂધ પી જાય છે.

મલિક સાહેબ જો તમે એવું ઈચ્છતા હોવ કે અમદાવાદમાં પણ..

નોંધનીય છે કે બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાયા બાદ અનેક પરિવારોએ પોતાના ઘરનો મોભી તો કેટલાક પરિવારોએ પોતાનો દીકરો ભાઈ કે પિતા ગુમાવ્યા હતા. ગરીબ પરિસ્થિતિમાં જીવતા કોઈપણ પરિવાર માટે આ સ્થિતિ ખૂબ જ દુઃખદ હોય છે એ વાત ચોક્કસ છે કે મરનાર તમામ લોકો દારૂના વ્યસની હતા પરંતુ તેનો મતલબ એ પણ નથી કે કોઈ વ્યસની વ્યક્તિને કેમિકલ પીવડાવીને મારી નંખાય.. માટે જ મલિક સાહેબ જો તમે એવું ઈચ્છતા હોવ કે અમદાવાદમાં પણ આવા ગરીબ પરિવારો પોતાના ઘરનો મોભી પુત્ર કે પિતા કોઈ ન ગુમાવે તો આવા બેજવાબદાર અધિકારીની તાત્કાલિક ધોરણે તમારે બદલી કરવી જ જોઈએ..

પીઆઇ સુરેશ ચૌધરીની આ સ્ટોરી પણ વાંચો ….

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાણતા કે અજાણતા કાચું કાપ્યું, બિલાડીને દૂધની રખેવાળી સોંપી

 

Related posts

વેપારીને પાનના ગલ્લા પર થયેલી મિત્રતા ભારે પડી, વેપારીને એનકેન પ્રકારે હેરાન કરી 6 લાખ પડાવ્યા

Admin

કરોડોના કાપડની ખરીદી કરી ઠગાઈ, આરોપીઓ ગુનો કરવા ટેવાયેલા હોવાનું એફિડેવિટ ખુદ CID ક્રાઈમે કરી જામીન ન આપવા કહ્યું..

Admin

લોક ગાયિકા દિવ્યા ચૌધરીએ એક સાથે 70 બોટલ લોહી એકઠું કરી દીધું જાણો કેમ…

Admin

Leave a Comment