Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરીદેશ-વિદેશબ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાણતા કે અજાણતા કાચું કાપ્યું, બિલાડીને દૂધની રખેવાળી સોંપી

55 લોકોના મોત માટે સીધી રીતે જવાબદાર અધિકારીની અમદાવાદમાં દારૂના હબ ગણાતા વિસ્તારમાં કરાઈ બદલી

અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જીએસ મલિકની નિમણૂક થયા બાદ મલિકે અમદાવાદમાં દારૂ જુગારની બદીઓને નેસ્ત નાબૂદ કરી દીધી હતી તે વાતમાં કોઈ જ બેમત નથી.. દારૂ જુગારની બદીઓને નાબૂદ કરીને મલિક સાહેબે અમદાવાદીઓમાં એક અલગ જ છાપ ઊભી કરી છે. ત્યાં સુધી કે સૂત્રો તો તેમ પણ કહેતા હતા કે મલિક સાહેબે શહેરના મોટા ભાગના પીઆઇઓની બદલી માટે તેમના કામગીરી રિપોર્ટ મંગાવીને જ પીઆઇઓની બદલી કરી હતી.. પીઆઇઓની આ બદલીમાં મલિક સાહેબ દ્વારા જાણતા કે અજાણતા કાચું કપાયું હોવાનું સામે આવ્યું છે..

 

ગુજરાતીમાં એક જૂની કહેવત છે તેમ મલિક સાહેબે બિલાડીને દૂધની રખેવાળી સોંપી હોય તેવો ઘાટ સર્જાયો છે… બોટાદ લઠ્ઠા કાંડમાં સસ્પેન્ડ થયેલા અને બોટાદ લઠ્ઠા કાંડની તપાસ કરનાર સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં જે પીઆઇને લઠ્ઠા કાંડ માટે સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા તે જ પીઆઇને અમદાવાદમાં દેશી અને વિદેશી દારૂના હબ કહેવાતા સરદારનગર પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે બોટાદ લઠ્ઠા કાંડમાં 55થી પણ વધુ લોકોના મોત માટે જે પીઆઇને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા તે જ પીઆઇ જે વિસ્તાર રાઉન્ડ ધી ક્લોક દારૂથી ધમધમે છે તે જ વિસ્તારમાં બદલી લઈને કેવી રીતે આવ્યા?

ધંધૂકા અને બરવાળા પંથકમાં કેમિકલને દારૂ સમજી નશો કરતા 55 જેટલી વ્યક્તિઓએ જીવ ગુમાવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. સમગ્ર કાંડની મુળ સુધી પહોચી જવાબદારો સામે આકરી કાર્યવાહી કરવા સરકાર દ્વારા આદેશ કરી તટસ્થ અને ન્યાયિક તપાસ માટે સીટની રચના કરી હતી.સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવ, બોટાદના ડીવાય.એસ.પી. એસ.કે.ત્રિવેદી, ધોળકાના ડીવાય.એસ.પી. એન.વી.પટેલ, ધંધૂકાના પી.આઇ. કે.પી.જાડેજા, ધંધૂકાના સીપીઆઇ સુરેશ બી ચૌધરીની સિધ્ધી જવાબદારી હોવાના રજુ કરેલા સ્ફોટક અહેવાલના પગલે ગૃહ વિભાગ દ્વારા એસ.પી. કરણરાજ વાઘેલાને બોટાદથી ગાંધીનગરમાં પોટેકશન ઓફ ગર્વમેન્ટ પ્રોપર્ટી (સરકારી મિલકતનું રક્ષણ) અને અમદાવાદ ગ્રામ્યના એસ.પી.વિરેન્દ્રસિંહ યાદવને મેટ્રો સિક્યુરિટી-1 અમદાવાદ ખાતે બદલી કરી દેવાય હતી અને બોટાદ ડીવાય.એસ.પી. એસ.કે.ત્રિવેદી, ધોળકાના ડીવાય.એસ.પી. એન.વી.પટેલ, ધંધૂકાના પીઆઇ કે.પી.જાડેજા અને સીપીઆઇ સુરેશ બી ચૌધરી, બરવાળાના પી.એસ.આઇ. બી.જી.વાળા અને રામપુરના પી.એસ.આઇ. શૈલેન્દ્રસિંહ રાણાને તાકીદની અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

દરમિયાનમાં પીઆઈ સુરેશ બી ચૌધરીનું સસ્પેન્શન ખતમ થતા તેમની અમદાવાદ ખાતે બદલી કરાઇ હતી અને અમદાવાદમાં પીઆઇ સુરેશ બી ચૌધરીને લીવ રિઝર્વમા રખાયા હતા. લીવ રિઝર્વમાંથી પીઆઇ સુરેશ ચૌધરીની અમદાવાદ પોલીસ કમિશનર જીએસ માલિક દ્વારા સરદાર નગર પોલીસ સ્ટેશનમાં સેકન્ડ પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ એ છે કે 55 લોકોના મોત માટે જવાબદાર પીઆઇ સુરેશ ચૌધરીની દેશી અને વિદેશી દારૂના હબ ગણાતા સરદારનગરમાં બદલી કોના ઇશારે કરાઇ. સ્વચ્છ અને પ્રામાણિક છબી ધરાવતા જી એસ મલિક સાહેબ સામે આંગળી ચીંધવાનો નેશન ફર્સ્ટ ન્યુઝનો ઈરાદો કદાપી નથી પરંતુ એક જવાબદાર મીડિયા તરીકે તેમનું ધ્યાન દોરવા પૂરતો છે.. હા પરંતુ એ વાત ચોક્કસ છે કે 55 લોકોના મોત માટે જવાબદાર સુરેશ બી ચૌધરી જેવા અધિકારીઓને તેમની ભૂલનો અહેસાસ કરાવવો પણ ખૂબ જ જરૂરી છે.

 

Related posts

રાષ્ટ્રપતિ શા માટે 25 જુલાઈએ શપથ લે છે? મહામહિમની ચૂંટણી સામાન્ય ચૂંટણી કરતાં કેટલી અલગ છે. તમે જાણવા માંગો છો તે બધી વાતો…

Dharmistha Parmar

હર્ષ સંઘવીએ કહ્યું ‘ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી..’ આ સ્ટેપ ફોલો કરો, સાયબર ફ્રોડથી બચી જશો..

Admin

હું દારૂ નથી પીતો મટન નથી ખાતો, ગુજરાત પોલીસના મહિલા પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ, જુઓ વિડીયો..

Nation1news

Leave a Comment