Nation 1 News
રાજનીતિ

ઓ બાપ રે,મતદાન નહીં કરો તો બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે, જાણો આ મુદ્દે સરકાર શું કહી રહી છે ?

લોકસભા ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે અવનવા મેસેજો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે આવા જ કેટલાક સોશિયલ મીડિયામાં થયેલા વાયરલ મેસેજને લઈને લોકો ગંભીર ગણી લે છે પરંતુ આ મેસેજો સાચા છે કે ખોટા તેની ખરાઈ કરવી પણ જરૂરી છે. આવો જ એક મેસેજ વાયરલ થયો છે જેમાં કહેવાયુ છે કે જો તમે લોકસભા ચૂંટણી 2024માં મત નહીં આપો તો તમારા બેંક ખાતામાંથી સીધા પૈસા કપાઈ જશે. જાણો આ મેસેજ વિશે શું  સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું છે.

વાયરલ થયો મેસેજ

વાયરલ મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે લોકસભા ચૂંટણીમાં જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે, ચૂંટણી પંચ દ્વારા તેમના બેંક ખાતામાંથી 350 રૂપિયા કાપી લેવામાં આવશે. ચૂંટમીમાં મતદાન ન કરનારા વિરુદ્ધ આદેશ બહાર પડશે. વાયરલ મેસેજમાં પંચના પ્રવક્તા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે મતદારો મત આપવા નહીં આવે, આ વખતે તેમના એકાઉન્ટમાંથી પૈસા કાપી લેવાશે. જો તમારું એકાઉન્ટ નહીં હોય તો તમારા મોબાઈલથી પૈસા કપાઈ જશે. આ માટે મિનિમમ 350 રૂપિયાનું રિચાર્જ કરાવવાનું રહેસે. તેનાથી ઓછા પૈસાનું ફોન રિચાર્જ જ નહીં થાય. આ આદેશ વિરુદ્ધ ક્યાંક કોઈ વોટર કોર્ટમાં ન જાય તેને ધ્યાનમાં રાખીને પંચે પહેલેથી જ કોર્ટ પાસેથી મંજૂરી લઈ લીધી છે. તેના વિરુદ્ધ હવે અરજી પણ દાખલ કરી શકાશે નહીં.

શું કહે છે PIB Fact Check?

બીજી બાજુ PIB Fact Check એ પોતાની તપાસમાં જાણ્યું છે કે લોકસભા ચૂંટણીમાં જે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ નહીં કરે તેમના બેંક ખાતામાંથી ચૂંટણી પંચ દ્વારા 350 રૂપિયા કાપી લેવાનો દાવો સંપૂર્ણ રીતે ખોટો છે. ચૂંટણી પંચ દ્વારા આવો કોઈ જ મેસેજ બહાર પાડવામાં આવ્યો નથી. ચૂંટણી પંચ તરફથી એવો કોઈ નિર્ણય લેવાયો નથી. આવી ભ્રામક ખબરો શેર કરવી નહીં.

શું છે પીઆઈબી ફેક્ટ ચેક

અત્રે જણાવવાનું કે પીઆઈબી ફેક્ટ ચેક સોશિયલ મીડિયા પર વાયરલ ફેક મેસેજ કે પોસ્ટને સામે લાવે છે અને તેનું ખંડન કરે છે. તે સરકારી નીતિઓ અને સ્કીમો પર  ખોટી જાણકારીનું સત્ય પણ સામે લાવે છે. જો તમે પણ કોઈ વાયરલ મેસેજનું સત્ય જાણવા માંગતા હોવ તો 918799711259 મોબાઈલ નંબર કે socialmedia@pib.gov.in પર મેઈલ કરી શકો છો.

Related posts

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે G20 અન્વયે આયોજિત બે-દિવસીય U20 મેયરલ સમિટનો શુભારંભ

Admin

ભાજપમાં જોડાનાર કોંગ્રેસના પૂર્વ નેતા રાજુ પરમારની વડાપ્રધાન સાથે મુલાકાત, એક્સક્લુઝિવ તસવીરો માત્ર Nation 1 news પાસે

Dharmistha Parmar

અમદાવાદના મેમ્કો કોર્પોરેશનના બ્રિજ નીચે કોર્પોરેટરના પતિનું ગેરકાયદે દબાણ

Admin

Leave a Comment