- ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી હતી આ ગેંગ
- ચોરી કરીને નદીમાં કરતા હતા આ કામ
- જાણો બોલિવૂડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી સ્ટોરી
ધોળા દિવસે કાર લઈને ચોરી કરવા જતી ગેંગનો ભાવનગર એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. ચોરી કરવા જતી વખતે અને ચોરી કરીને પરત ફરતી વખતે આ ગેંગ કારમાં લગાવેલી નંબર પ્લેટ નદીમાં ફેંકી દેતા હતા. બોલીવુડ ફિલ્મને પણ ટક્કર મારે તેવી જબરજસ્ત મોડસ ઓપરેન્ડી અપનાવતી હતી આ ગેંગ. ભાવનગર એલસીબીના પીઆઇ કે એસ પટેલ અને તેમની ટીમના માણસોએ આ ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડી રાજ્યભરમાં થયેલી 33 જેટલી ચોરીઓનો પર્દાફાશ કર્યો છે. એલસીબીની ટીમે આ ગેંગ પાસેથી 17.80 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે.
ભાવનગર એલસીબી ના પી.આઈ કે એસ પટેલ ને બાદમી મળી હતી કે ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો કુંભારવાડા થી દસ નાળા તરફ પસાર થવાના છે.
બાતમી ના આધારે એલસીબી ની ટીમના માણસોએ પસાર થતી સફેદ કલરની ઊંડાઈ કારમાં જઈ રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. એલસીબી ની ટીમ ના માણસોએ કારમાં તપાસ કરતા કારમાંથી ઘરફોળ ચોરી કરવા ના સાધનો મળી આવ્યા હતા. આ ઉપરાંત રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા.
એલસીબી ની ટીમના માણસોએ ઝડપાયેલા ત્રણ શખ્સોની પૂછપરછ કરતા તેમના નામ અમોલ પાટીલ, બાલકૃષ્ણ જાદવ અને દિલીપ જી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબી ની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગે ભાવનગર શહેર ઉપરાંત મોડાસા, ગોધરા, નડિયાદ, લુણાવાડા, અને ગાંધીનગર ના કલોલમાંથી ઘરફોડ ચોરી કર્યાની કબુલાત કરી હતી. આ ગેંગ દિવસ દરમિયાન કાર લઈને ચોરી કરવા નીકળતી હતી્. પોલીસ પૂછપરછમાં આ ગેંગે રાજ્યભરમાંથી 33 જેટલી ઘરફોડ ચોરી કર્યાનું બહાર આવ્યું છે