અમદાવાદ IPS મેસમાં ગઈકાલે રાત્રે પહોંચી ગયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ… જાણો શું હતી આખી ઘટના..
અમદાવાદ IPS મેસમાં ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચી ગયા હતાં. વાત જાણે એમ હતી કે આઇપીએસ મેસમાં ગઈકાલે રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગરબામાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં IPS મેસ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ. જેમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ચીફ સેક્રેટરી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
આઇપીએસ મેસ ખાતે આઇપીએસ વાઈવ્સ એસોસીએશન દ્વારા આયોજિત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા સીએમ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીએ આદિશક્તિ મા અંબાની આરતી ઉતારી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.મુખ્યમંત્રીએ આઇપીએસ મેસ ખાતે ઉપસ્થિત સહુ આઇપીએસ પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગ વિવિધ રાસ મંડળી દ્વારા રાસ પ્રાચીન અર્વાચીન ગરબા રજૂ કરાયા હતા.આ અવસરે રાજયના પોલીસ વડા વિકાસ સહાય, અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિક, આઇપીએસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આઇપીએસ વાઈવ્સ એસોસીએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.