વેપારીઓને ખોટા પોલીસ કેસમાં ફસાવવાની અપાય છે ધમકી
કુબેરનગરની કિશોર સ્કૂલ પાસે રહેતો “KING” ઉઠમણાંનો છે સરતાજ
અમદાવાદના કાપડ માર્કેટમાં નાના વેપારીઓને ઉઠમણું કરાવીને વેપારીઓ પાસે સમાધાન કરાવવાને નામે એક આખી ગેંગ સક્રિય છે આ ગેંગનો સરતાજ કિંગના નામે ઓળખાય છે. કુબેર નગર બંગલા એરીયાની કિશોર સ્કૂલ પાસે રહેતો આ “KING” આ સમગ્ર ગેંગનો સરતાજ બની બેઠો છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી કાપડ માર્કેટમાં વેપારીઓના ઉઠમણા થઈ રહ્યા છે. વેપારીઓના આ ઉઠામણા પાછળ એક ચોક્કસ ગેંગ સક્રિય છે. કાપડ માર્કેટમાં થઈ રહેલા આ ઉઠમણા ગેંગના સરતાજ કહેવાતા કિંગના કહેવાથી કરવામાં આવી રહ્યા છે. ઉઠામણું કરનાર વેપારી પાસે જે પણ મોટા વેપારીઓ કરોડો માંગતા હોય તેમને એક એક લાખ રૂપિયા આપીને સમાધાન કરી દેવામાં આવે છે અને જો તે વેપારી ના માને તો તેને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપવામાં આવે છે. આ ઉપરાંત કાપડ માર્કેટના whatsapp ગ્રુપોમાં તેની વિરુદ્ધ ધમકીઓ પણ વહેતી કરવામાં આવે છે.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના કાપડ માર્કેટમાં ઉઠામણાનું સુઆયોજિત કાવતરું “KING” ના કહેવાથી ચાલી રહ્યું છે. નાના વેપારીઓને ઉઠમણા કરાવવામાં આ કિંગ ખૂબ જ માહિર બની ગયો છે. આ કિંગના કારનામા સમગ્ર અમદાવાદના કાપડ માર્કેટમાં જોરશોરથી ચર્ચાઇ રહ્યા છે. કાપડ માર્કેટના આ કિંગે અનેક વેપારીઓના પરિવારને રીતસર રોડ પર લાવી દીધા છે અને રોડ પર આવી ગયેલા પરિવારની મહિલાઓથી માંડી તમામ સભ્યો હવે આ ગેંગનો પર્દાફાશ થાય તેવી ગુજરાત પોલીસ પાસે મીટ માંડીને બેઠા છે.