અમદાવાદના થલતેજ ખાતે સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સોફ્ટ ટેનિસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટની સેરેમની માં પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર એ હાજરી આપી હતી અને ખેલાડીઓને મેડલ એનાયત કર્યા હતા.
અમદાવાદના થલતેજ ખાતે સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા જે કે ખડોધરા ચોથી ફેડરેશન કપ સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપ પુરુષ અને મહિલાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો અને મેડલો પ્રાપ્ત કર્યા હતા.
સોફ્ટ ટેનિસ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા યોજાયેલી આ ટુર્નામેન્ટના ક્લોઝિંગ સેરેમની માં પૂર્વ સાંસદ અને ભાજપના નેતા રાજુ પરમારને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેથી પૂર્વ સાંસદ અને ભાજપના નેતા રાજુ પરમાર ક્લોઝિંગ સેરેમનીમાં આપી હતી અને હાજર ખેલાડીઓને મેડલ એનાયત કર્યા હતા. ક્લોઝિંગ સેરેમનીમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ તેમજ દર્શકો પણ હાજર રહ્યા હતા..