Nation 1 News
BREAKING NEWS
સ્પોર્ટ્સ

પાકિસ્તાન ટીમ કાળી પટ્ટી બાંધીને ભારત સામે મેદાનમાં ઉતરશે…જાણો કારણ

દુબઈના ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે મહામુકાબલો યોજાવાનો છે (TeamIndia)પરંતુ તે પહેલા પાકિસ્તાની ટીમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ભારત સામેની ટી-20 મેચમાં પાકિસ્તાની ટીમે કાળી પટ્ટી બાંધીને મેચ રમવાનો નિર્ણય જાહેર કર્યો છે. (TeamIndia) કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાણકારી આપી હતી.

 

પાકિસ્તાન ટીમ કાળી પટ્ટી બાંધીને ભારત સામે મેદાનમાં ઉતરશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. “પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે તેની પ્રથમ મેચ ભારતીય ટીમ (TeamIndia)  સામે રમશે. આ મેચમાં પાકિસ્તાનની ટીમ બ્લેક બેન્ડ પહેરીને રમશે. પાકિસ્તાનમાં પૂર પીડિતોને ટેકો આપવા માટે આવું કરવામાં આવશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન અને સિંધ પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાનના 30 મિલિયનથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. (TeamIndia) ત્રણેય પ્રાંતોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે.

પાકિસ્તાન ટીમ કાળી પટ્ટી બાંધીને ભારત સામે મેદાનમાં ઉતરશે

એશિયા કપ સૌ પ્રથમ 1984માં યોજાયો હતો.(TeamIndia) ભારતે 7 વખત આ ખિતાબ જીત્યો છે. જ્યારે બીજી સફળ ટીમ શ્રીલંકા છે, જે 5 વખત ચેમ્પિયન રહી હતી. આ સાથે જ પાકિસ્તાને બે વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. (TeamIndia) ભારત એકમાત્ર એવી ટીમ છે કે, જેણે એશિયા કપ બે અલગ-અલગ ફોર્મેટ (વન ડે અને ટી-20)માં જીત્યો છે. આ વખતે પણ ટી-20 ફોર્મેટમાં એશિયા કપ રમાઈ રહ્યો છે, જેમાં એશિયા કપમાં 6 ટીમો ભાગ લઈ રહી છે.

આ સ્ટોરી પણ વાંચો: ગાંધીનગરના રામકથા મેદાનમાં રોહિત સમાજ ઇતિહાસ રચશે, સમગ્ર ગુજરાતના રોહિતોનું ભવ્યાતીભવ્ય સંમેલન

પૂર પીડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા નિર્ણય લીધો

મેચના એક દિવસ પહેલા બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં પણ પાકિસ્તાનમાં આવેલા પૂર વિશે વાત કરી હતી. તેમણે લોકોને પૂર પીડિતોની મદદ કરવા અને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ પણ કરી હતી. બાબરે કહ્યું હતું કે આપણા દેશ માટે આ મુશ્કેલ સમય છે. અમે તમામ પૂર પીડિતો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

આ સ્ટોરી વાંચવી પણ ગમશે: હું દારૂ નથી પીતો મટન નથી ખાતો, ગુજરાત પોલીસના મહિલા પોલીસકર્મીનો વિડીયો થયો વાયરલ, જુઓ વિડીયો..

પૂરમાં 1000થી વધુ લોકોનાં મોત

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાન અને સિંધ પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાનના 30 મિલિયનથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્રણેય પ્રાંતોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે.

ભારતે 7 વખત જીત્યો એશિયા કપ

એશિયા કપ સૌ પ્રથમ 1984માં યોજાયો હતો. ભારતે 7 વખત આ ખિતાબ જીત્યો છે. જ્યારે બીજી સફળ ટીમ શ્રીલંકા છે, જે 5 વખત ચેમ્પિયન રહી હતી. આ સાથે જ પાકિસ્તાને બે વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારત એકમાત્ર એવી ટીમ છે કે, જેણે એશિયા કપ બે અલગ-અલગ ફોર્મેટ (વન ડે અને ટી-20)માં જીત્યો છે. આ વખતે પણ ટી-20 ફોર્મેટમાં એશિયા કપ રમાઈ રહ્યો છે, જેમાં એશિયા કપમાં 6 ટીમો ભાગ લઈ રહી છે.

 

Related posts

સોફ્ટ ટેનિસ ક્લોઝિંગ સેરેમનીમાં પૂર્વ સાંસદ રાજુ પરમારે હાજરી આપી

Admin

પાર્થને કહો હવે ઉઠાવે તલવાર,પાસપોર્ટ તૈયાર છે..

Dharmistha Parmar

હાર્દિકની કેપ્ટન તરીકે પ્રથમ સીરિઝ જીત પર નજર રહેશે, યુવા ખેલાડીઓએ બતાવ્યો દમ

Dharmistha Parmar

Leave a Comment