Story By:Dharmistha Parmar(Editor In Chief)
- RPO માત્ર પાસપોર્ટ નહિ, આપના ભવિષ્ય માટે પણ સતર્ક
- RPO મિશ્રા પાર્થ માટે દેવદૂત બન્યા
- માત્ર આઠ કલાકમાં જ વિદ્યાર્થીને પાસપોર્ટ ઇશ્યૂ
- પાર્થ સ્કૂલમાં જ તલવારબાજીની પ્રેક્ટિસ કરે છે
રિજનલ પાસપોર્ટ ઓફિસનો એક એવો કિસ્સો, કે જેને વાંચીને દરેક વાચક ને પાસપોર્ટ ઓફિસ ની પ્રશંસા કરવાનું મન થશે.. કારણ કે પાસપોર્ટ ઓફિસ ના અધિકારી અને તેનો સ્ટાફ માત્ર તમારા પાસપોર્ટ જ નહીં પરંતુ તમારા કરિયર માટે પણ એટલા જ ચિંતિત છે તે બાબત કિસ્સાથી સાર્થક થાય છે..
પાર્થને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની એક તક મળી
અમદાવાદ ગ્રામ્યના સરખેજ વિસ્તારની સરકારી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતા ભોઈ પાર્થને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની એક તક મળી.. કારણ કે ભોઈ પરિવારનો આ દીકરો સરખેજની શાળામાં જ તલવાર બાજી ની પ્રેક્ટિસ કરે છે.. જેના કારણે કટકમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સના ટ્રાયલમાં જવાનું હોવાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તેને પાસપોર્ટ સાથે કટક પહોંચવાનું જણાવ્યું હતું… નાની ઉંમરે પાર્થ ભોઈને પોતાના કારકિર્દી માટેની આ સુવર્ણ તક મળી.. પરંતુ પાસપોર્ટ કેવી રીતે બનાવો તેનું તેને અથવા તેના પરિવારને કોઈ જ્ઞાન ન હતું..
પાર્થના પિતા અને માતાનો આ આઈડીયા કામ આવી ગયો
ભોઈ પરિવારના દિકરા ની કારકિર્દી માટે તેના માતા-પિતા અને તમામ લોકો ચિંતા કરવા લાગ્યા.. સમય ખૂબ જ ઓછો હતો અને પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા ખૂબ લાંબી.. દીકરાના ભવિષ્યની ચિંતા મનમાં લઈને પાર્થના પિતા નરેશભાઈ અને માતા હેતલબેન આ બાબતે પાસપોર્ટ ઓફિસના મુખ્ય અધિકારી રેન મિશ્રા નો સંપર્ક કર્યો હતો. અને તેમના સમક્ષ રજૂઆત કરી કે પાર્થ કોમનવેલ્થમાં તલવારબાજી રમવા માટે જવાની તૈયારી કરી રહ્યો છે.. અને આગામી દિવસોમાં તે માટે ટ્રાયલ માટે તેને કટક ખાતે બોલાવ્યો છે..
માત્ર આઠ કલાકમાં પાસપોર્ટ તૈયાર
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખાસ તાકીદ કરી છે કે ટ્રાયલમાં જનાર દરેક ઉમેદવાર પાસે પાસપોર્ટ હોવો જરૂરી છે.. પાર્થના માતા-પિતાની રજૂઆત સાંભળીને દેશ માટે રમવા જનાર વિદ્યાર્થીને તાત્કાલિક પાસપોર્ટ કાઢી આપવાની ખાતરી આપી રેન મિશ્રા અને સાથી અધિકારીઓ માત્ર આઠ કલાકમાં પાસપોર્ટ તૈયાર કરી તેમને સોંપી દીધો હતો.
સમય ઓછો હોવાના કારણે પ્રાર્થના ભવિષ્ય પર પ્રશ્નાર્થ હતો
સમય ઓછો હોવાના કારણે પ્રાર્થના ભવિષ્ય પર પ્રશ્નાર્થ હતો ત્યાં બીજી તરફ RPO વરેન મિશ્રા અને તેમની ટિમ પાર્થ અને તેના પરિવાર માટે દેવદૂત બનીને આવી અને તમામ મુસીબતો દૂર કરી દીધી હતી.. પાસપોર્ટ હાથમાં આવતા જ પાર્થ અને તેના પરિવારના સભ્યો ખુશખુશાલ થઈ ગયા હતા અને રિજનલ પાસપોર્ટ ઓફિસ ના RPO વેર્ન મિશ્રા અને ટીમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.