Story By:Dharmistha Parmar(Editor In Chief)
હેલ્ધી ગ્લોઈંગ સ્કિન એ દરેક સ્ત્રીનું સપનું હોય છે. આ જ કારણ છે કે મોટાભાગની મહિલાઓ ચહેરાની સુંદરતા વધારવા માટે મોંઘા કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ સિવાય બ્યુટી પાર્લરમાં જઈને મોંઘા ચહેરાના માસ્ક પર પણ ઘણા રૂપિયા ખર્ચે છે, પરંતુ તેમ છતાં ચહેરાનો રંગ 2-4 દિવસ પછી ફિક્કો થવા લાગે છે. જો તમે પણ તમારા ચહેરાના રંગથી પરેશાન છો તો આ સમાચાર તમારા માટે છે.
આ અહેવાલમાં અમે તમને ચમકતા ચહેરાની સુંદરતા માટે ફેસ માસ્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફેસ માસ્ક માટે તમારે બજારમાં જવાની જરૂર નથી. કિચનની ફક્ત થોડી ક જ વસ્તુઓ તમારું કામ સરળ કરી દેશે.ફેસ માસ્ક માટે સામગ્રી
- અળસી
- લીંબુ
- કેસર
- પાણી
- ગુલાબ જળ
લીંબુ, અળસી અને ગુલાબજળ મિક્સ કરો
ફેસ માસ્ક બનાવવાની રીતફેસ માસ્ક બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં પાણી, લીંબુ, અળસી અને ગુલાબજળ મિક્સ કરો. આ મિક્સચરને સારી રીતે ઉકાળો. થોડા સમય પછી મિક્સચર જેલમાં બદલી જશે. જેલ જેવું થઈ જાય પછી તેને ગાળીને બીજા વાસણમાં નાખો.
કોઈપણ ફેસ માસ્ક લગાવતા પહેલા ચહેરો સાફ કરવો જરૂરી
બીજા વાસણમાં કેસરના રેસા નાખીને સારી રીતે મિક્સ કરો.આવી રીતે કરો એપ્લાય. કોઈપણ ફેસ માસ્ક લગાવતા પહેલા ચહેરો સાફ કરવો જરૂરી છે. તેથી ફેસ માસ્ક લગાવતા પહેલા ચહેરાને સારા ફેસ વોશથી સાફ કરો.
સુકાઈ ગયા પછી સારી રીતે મસાજ કરો
બ્રશની મદદથી તૈયાર મિક્સચરને ચહેરા પર માસ્કની જેમ લગાવો. સુકાઈ ગયા પછી સારી રીતે મસાજ કરો અને ચહેરા પર રહેવા દો અને સૂઈ જાઓ. સવારે ઉઠીને ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તમને તમારા ચહેરા પર ચમક જોવા મળશે.