રાજ્ય સહિત દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ભરમાં લોકો દેશભક્તિના રંગે રંગાયા છે. નેતાઓ, અધિકારીઓ સહિત નાગરીકો આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સી એચ સી દહેગામમાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ હતી..
15 ઑગસ્ટ, 1947ના રોજ દેશે એક નવી સવાર જોઈ. એ દિવસે આપણને માત્ર વિદેશી શાસનમાંથી આઝાદી જ મળી ન હતી, આપણને આપણું પોતાનું ભાગ્ય બનાવવાની પણ સ્વતંત્રતા મળી હતી. આપણી આઝાદી સાથે, વિદેશી શાસકો દ્વારા વસાહતોને છોડી દેવાનો સમયગાળો શરૂ થયો અને સંસ્થાનવાદનો અંત આવવા લાગ્યો્.. ત્યારે દેશભરમાં લોકો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યા છે..
આજ રોજ સી એચ સી દહેગામમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ હતી.. ઉજવવામાં સી એચ સી દહેગામ તાલુકાના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ હાર્દિક ત્રિવેદી તથા ડાયાલિસિસ ઇન્ચાર્જ વર્ષા ઝાલા અને હોસ્પિટલના સ્ટાફે ભાગ લઈ અનેક્તામાં એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું…