6ઠ્ઠી ઓપન નેશનલ ગેમ અને સ્પોર્ટ્સ 2023 સેલા મનીપુર ખાતે યોજાયેલ રમોત્સવમાં પોલીસ પરિવારના ભાઈ બહેને ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું
6ઠ્ઠી ઓપન નેશનલ ગેમ અને સ્પોર્ટ્સ 2023 સેલા મનીપુર ખાતે યોજાયેલ રમોત્સવમાં પોલીસ પરિવારના ભાઈ બહેને ગુજરાતમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી માત્ર પોલીસ પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે..
અમદાવાદ શહેર પોલીસ પરિવારની આન બાન અને શાનમાં વધારો કર્યો
6ઠ્ઠી ઓપન નેશનલ ગેમ અને સ્પોર્ટ્સ 2023 સેલા મનીપુર ખાતે યોજાયેલ રમોત્સવમાં ગુજરાત પ્રદેશ નું પ્રતિનિધિત્વ કરતા જાની પૂજાએ ડિસ્કસ થ્રોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ તથા શોર્ટ પૂટમાં સિલ્વર મેડલ મેળવેલ છે તથા જાની આર્યને ડિસ્કસ થ્રોમા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાતનું તથા અમદાવાદ શહેર પોલીસ પરિવારની આન બાન અને શાનમાં વધારો કર્યો છે..
હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ગિરનારીના પુત્ર અને પુત્રી
સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાતા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ગિરનારીના પુત્ર અને પુત્રી બંને રમતવીરોને નેશનલ ગેમ્સમાં ડિસ્કસ થ્રોમા તેમજ શોર્ટ પૂટમાં ગોલ્ડ મેડલ તેમજ સિલ્વર મેડલ મળતા સમગ્ર અમદાવાદ શહેર પોલીસ પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે