Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરીબ્રેકીંગ ન્યૂઝ

વેપારીને પાનના ગલ્લા પર થયેલી મિત્રતા ભારે પડી, વેપારીને એનકેન પ્રકારે હેરાન કરી 6 લાખ પડાવ્યા

વેપારીને પાનના ગલ્લા પર થયેલી મિત્રતા ભારે પડી, વેપારીને એનકેન પ્રકારે હેરાન કરી સાત લાખ પડાવ્યા

તમને માન્યામાં નહીં આવે પણ આ વાત બિલકુલ સાચી છે. શહેરના કુબેરનગર વિસ્તારમાં એક વેપારીને પાનના ગલ્લે થયેલી મિત્રતા ખૂબ જ ભારે પડી છે. પાનના ગલ્લે થયેલી મિત્રતામાં વેપારીએ યુવાનને કરેલી પૈસાની મદદ હવે વેપારી માટે માથાનો દુખાવો બની ગઈ છે. મદદ માટે કરગરી રહેલો યુવાન હવે વેપારીને એનકેન પ્રકારે અને પોલીસ કંટ્રોલરૂમમાં મેસેજ કરીને વેપારી પાસેથી પૈસા પડાવવા લાગ્યો છે.

વિગતો એવી છે કે વિસ્તારમાં રહેતા વેપારી સરદાર નગરમાં આવેલા અશોક પાન પાર્લર ખાતે સિગારેટ પીવા ગયા હતા ત્યારે તેમની મિત્રતા મહેશ રિઝુમલ જીવનાની નામના વ્યક્તિ સાથે થઈ હતી તે દરમિયાન બંને વચ્ચે મોબાઈલ ફોન ના નંબરની પણ આપ લે થઈ હતી. દરમિયાનમાં મહેશ જીવનાનીએ માતાની તબિયત ખરાબ છે તેમ કહી બે થી ત્રણ હજાર રૂપિયાની માંગ કરી હતી. વેપારીએ મહેશ જીવનાની ને 2000 રૂપિયા આપ્યા હતા.

દરમિયાનમાં થોડા મહિના બાદ ફરી વેપારી પર મહેશ જુવનાનીનો ફોન આવ્યો હતો અને નાણાંની માંગણી કરવા લાગ્યો હતો જેથી વેપારીએ મહેશ જીવનાની તકલીફમાં હોવાનું સમજીને ફરીથી રૂપિયાની મદદ કરી હતી. તે પછી મહેશ જીવનાની અવારનવાર ફોન કરીને પૈસાની માંગ કરતો હતો અને જો પૈસા આપવાની વેપારી ના પાડે તો પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટા મેસેજ કરીને વેપારીને હેરાન પરેશાન કરતો હતો. દરમિયાનમાં 8 ઓગસ્ટ 2023 ના રોજ પણ વેપારી પોતાની સીજી રોડ સ્થિત દુકાને હાજર હતા ત્યારે મહેશ જીવનાનીએ દુકાનના નો ખોટો પોલીસ કંટ્રોલ મેસેજ લખીને ફરીથી તેમને હેરાન કર્યા હતા અને ફોન કરીને પૈસા નહીં આપે તો આ રીતે બદનામ કરવાની અવારનવાર ધમકી આપી રહ્યા છે.

વેપારીએ આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં મહેશ જીવનાની વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાવી છે. મહેશ જીવનાની દર વખતે નવા મોબાઈલ નંબર થી ફોન કરીને વેપારીને હેરાન પરેશાન કરી મૂક્યા છે અને અત્યાર સુધી છ લાખથી પણ વધુની રકમ પડાવી ચૂક્યો છે.

Related posts

પૂર્વ સાંસદ અને ભાજપ નેતા રાજુ પરમારે જગન્નાથ મંદિરના મહંત સંત શ્રી દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાત લીધી

Admin

તિરંગો જમા કરાવો અને આ વસ્તુ મેળવો મફતના ભાવે

Nation1news

અમદાવાદના નિકોલ વિસ્તારમાં અડધી રાત્રે હોસ્પિટલ બંધ હાલતમાં મળે પણ દારૂના અડ્ડા તો ખુલ્લા જ મળે

Admin

Leave a Comment