Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરીબ્રેકીંગ ન્યૂઝ

કરોડોના કાપડની ખરીદી કરી ઠગાઈ, આરોપીઓ ગુનો કરવા ટેવાયેલા હોવાનું એફિડેવિટ ખુદ CID ક્રાઈમે કરી જામીન ન આપવા કહ્યું..

કરોડોના કાપડની ખરીદી કરી ઠગાઈ, આરોપીઓ ગુનો કરવા ટેવાયેલા હોવાનું એફિડેવિટ ખુદ CID ક્રાઈમે કરી જામીન ન આપવા કહ્યું..

અમદાવાદના વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાનું કાપડ ખરીદી ઠગાઇ આચરવાના કેસમાં મહિલા અને પિતા-પુત્રએ જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જેમાં આરોપીઓ ગુનો કરવા ટેવાયેલા હોવાનું એફિડેવિટ ખુદ CID ક્રાઈમે કરી જામીન ન આપવા કહ્યું છે..સીઆઇડી ક્રાઇમે એફિડેવિટ કરી એવી રજૂઆત કરી છે કે, આરોપીઓ ગુનો કરવા ટેવાયેલા છે, 2 કરોડથી વધુનું કૌભાંડ છે ત્યારે આરોપીઓને જામીન ન આપવા જોઇએ.

આ સમગ્ર મામલે ફરિયાદીએ વાંધા અરજી કરવા સમય માગતા કોર્ટે વધુ સુનાવણી 22મીના રોજ યોજવા આદેશ કર્યો છે. બીજી તરફ આરોપીઓની અન્ય ગુનામાં પોલીસે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

પંકજ ખત્રી અને નિલમબહેને દક્ષ ટ્રેડર્સમાંથી 55 લાખનો માલ ખરીદ્યો હતો

સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલ દક્ષ ટ્રેડર્સના પ્રોપરાઇટ જીતેન્દ્ર ઉર્ફે હંશુ હસરાજાની છે અને તેઓ કાચા કપડાંનો હોલસેલનો વેપાર કરે છે. મે, જૂન અને જુલાઇ 2023માં પંકજ ખત્રી અને નિલમબહેને દક્ષ ટ્રેડર્સમાંથી 55 લાખનો માલ ખરીદ્યો હતો, પરંતુ પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા હતા.

પોલીસે પંકજ અને નિલમને ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યા હતા

આ મામલે તપાસ કરતા પંકજ તેમનો પુત્ર ઉત્તમ અને નિલમે આ રીતે અન્ય લોકોને ઠગ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી આ મામલે સીઆઇડી ક્રાઇમમાં તબક્કાવાર ત્રણ ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે પંકજ અને નિલમને ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યા હતા. જ્યાંથી બન્નેએ રેગ્યુલર જામીન અરજી કરી હતી. જ્યારે ઉત્તમે આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમ, કોલ્હાપુર, મુંબઇ, સહિતની જગ્યાએ 10થી વધુ ફરિયાદો નોંધાયેલી છે

જેની સામે સીઆઇડી ક્રાઇમના અધિકારી અશ્વિન પટેલે એફિડેવિટ રજૂ કરી છે જેમાં એવી રજૂઆત કરી છે કે, આરોપીઓ સામે સીઆઇડી ક્રાઇમ, કોલ્હાપુર, મુંબઇ, સહિતની જગ્યાએ 10થી વધુ ફરિયાદો નોંધાયેલી છે, હાલ સીઆઇડી ક્રાઇમમાં જ ત્રણ ફરિયાદ નોંધાઇ છે જેમાં ઠગાઇનો આંક 2 કરોડની આસપાસ પહોંચી ગયો છે, આરોપીઓએ અન્ય લોકોને પણ ઠગ્યાની આશંકા છે, આરોપીઓ સામે તપાસ ચાલી રહી છે અને કૌભાંડનો આંકડો વધે તેવી પણ શક્યતા છે.

આરોપીઓએ અમૂક દિવસોમાં પૈસા આપવાનું કહી માલ લઇ વેપારીઓ સાથે ઠગાઇ આચરી છે

આરોપીઓએ અમૂક દિવસોમાં પૈસા આપવાનું કહી માલ લઇ વેપારીઓ સાથે ઠગાઇ આચરી છે ત્યારે આવા આરોપીઓને જામીન આપવામાં આવે તો ફરી આવો જ ગુનો કરે તેવી શક્યતા છે. બીજી તરફ સુનાવણી દરમિયાન ફરિયાદી તરફે એડવોકેટ ભરત શાહ હાજર રહ્યાં હતાં અને વાંધા અરજી રજૂ કરવા સમય માગ્યો હતો. જેથી કોર્ટે આ મામલે વધુ સુનાવમી 22 નવે. પર મુલતવી છે.

 

Related posts

ગોમતીપુરમા દેશી દારૂના નામે કેમિકલ, વહીવટદાર ક્રીપાલસિંહની કરામત !

Admin

“ધાકડ” ધારાસભ્ય ડૉ.પાયલ કુકરાણીની દિલ્લીમાં PM સાથે મુલાકાત

Dharmistha Parmar

બાપુનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રેડ કરે તો નવાઈ નહીં

Admin

Leave a Comment