ચુંવાળ પરગણા રોહિત વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત 27માં સમૂહ લગ્ન માટે અનેક મહાનુભાવો સાચા અર્થમાં ભામાશા
ચુંવાળ પરગણા રોહિત વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત 27માં સમૂહ લગ્ન માટે સમાજના અનેક મહાનુભાવો સાચા અર્થમાં ભામાશા સાબિત થઈ રહ્યા છે. સમાજનો છેવાડાનો બંધુ પણ ફૂલ નહીં ફૂલની પાંખડી મદદ કરી રહ્યો છે. સમાજના કેટલાક મહાનુભાવો તો દાન ભેટ આપીને સાચા અર્થમાં ચુવાળ પરગણા રોહિત સમાજના ભામાશા સાબિત થયા છે.
૨૭માં સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ બીપીનચંદ્ર સોલંકી ગામ વાંસવા, મંત્રી હરિભાઈ ચૌહાણ ગામ ગમનપુરા, ખજાનચી ચંદુભાઈ વાઘેલા ગામ ઉઘરોજપુરા, તમામ કારોબારી સદસ્યો તથા હોદેદારો પણ રાત દિવસ જોયા વિના 27 માં સમૂહ લગ્નને સફળ બનાવવા તમામ મહેનતો કરી રહ્યા છે. ચુંવાળ પરગણા રોહિત વિકાસ આયોજિત ૨૭મા સમૂહ લગ્નના હાલમાં જે કામગીરી ચાલી રહી છે તેના માટે સમાજના તમામ લોકોને ધન્યવાદ આપવા ઘટે..
દાન ભેટ આપી ભામાશાઓ સાબિત થનાર અનેક નામો એ પણ મહત્વના નામ અને ખૂબ જ મોટી મોટી ભેટો આપને નામનો ઉલ્લેખ કરીએ તો વાસવ ઝાલા પરિવાર એ દરેક દીકરીને ફ્રીજ, વાંચવાના હરિભાઈ સગર દ્વારા દરેક દીકરીને ચાંદીનું મંગળસૂત્ર ગમનપુરાગામના સરપંચ કનુભાઈ ચૌહાણ દ્વારા દરેક યુગલને સીલીંગ ફેન, ઉઘરોજપુરાના મહિલા સરપંચ કાંતાબેન વાઘેલા તરફથી સીટી પલંગ ની ભેટ આપવામાં આવી છે..
આ ઉપરાંત અન્ય ભેટ આપનાર તમામ મહાનુભાવોનું લિસ્ટ નીચે પ્રમાણે છે..
શું તમે પણ આ લીસ્ટમાં તમારું નામ જોવા માંગો છો તો તમે પણ નાની-મોટી ભેટ અથવા યથાશક્તિ દાન આપીને સમાજના આ કામમાં સહભાગી થઈ શકો છો સંપર્ક કરો ટીનાભાઇ જય ભોલે (વિરમગામ) 07698475757