Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

ગરમ ધાબળા લઈને શાહીબાગ પોલીસ દોડી ગઈ સિવિલ હોસ્પિટલમાં, જાણો શું છે આખો મામલો…

શાહીબાગ પોલીસ ગરમ ધાબળા લઈને સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગઈ.. હા તમે બિલકુલ સાચું જ વાંચી રહ્યા છો.. પરંતુ તમે કોઈ રખે ન વિચારતા કે કોઈ ઘટના બની છે. શાહીબાગ પોલીસે આ હાડ થીજાવતી આ ઠંડીમાં માનવતાની ઉત્તમ મીશાલ આપી છે.. વાત જાણે એમ છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અનેક બિનવારસી દર્દીઓને પણ રાખવામાં આવે છે આવા 50થી વધુ બિનવારસી દર્દીઓને શાહીબાગ પોલીસે ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું.


આજરોજ શાહીબાગ પોલીસ દ્વારા ઝોન-૪ના ડીસીપી ડો.કાનન દેસાઈ, શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઇ એમડી ચંપાવત અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલના બિનવાસી વોર્ડમાં દાખલ દર્દીઓને ગરમ ધાબળા ઓના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આજરોજ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શાહીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા અને તમામ પોલીસ કર્મીઓએ પણ બીન વારસી દર્દીઓને ગરમ ધાબળાનું વિતરણ કર્યું હતું. બિનવારસી વોર્ડમાં દાખલ 50થી વધુ દર્દીઓને ધાબળાનું વિતરણ કરીને શાહીબાગ પોલીસે સાચા અર્થમાં નવા વર્ષની ઉજવણી કરી હતી..

Related posts

અમદાવાદીઓની આંતુરતાનો અંત, આવતીકાલે PM નરેન્દ્ર મોદીનાં હસ્તે અટલ ફુટ બ્રિજનું થશે ઇ લોકાર્પણ

Dharmistha Parmar

ગુજરાત પ્રદેશ ભાતું વિકાસ પરિષદના સમાજમુક્તિ દિવસ કાર્યક્રમમાં આર.સી.કોડેકરે એવું તો‌ શું કહ્યું કે વિદ્યાર્થીઓની આંખમાં આંસુ આવી ગયા…

Admin

આજે હેતનો જન્મદિવસ, જાણો ડોકટરો એ જ કેમ નામ રાખ્યું હતું “હેત”

Dharmistha Parmar

Leave a Comment