તાજેતરમાં જ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કર્મચારીઓ અને અધિકૃત વ્યક્તિઓને દારૂ પીવા માટેની છૂટ આપવામાં આવી છે. ગિફ્ટ સિટી માં દારૂ પીવાની છૂટ આપ્યા બાદ રાજ્યભરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતુ ગિફ્ટ સિટીને પણ ટક્કર મારે તેમ અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં વહીવટદાર ક્રિપાલસિંહની રહેમ નજરથી રાઉન્ડ ધી ક્લોક વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.
તમે એવું રખે ન માનતા કે ગોમતીપુરમાં દારૂ પીવાની છૂટ આપી દેવાય છે. પરંતુ ગોમતીપુરના વહીવટદાર ક્રિપાલસિંહની રહેમ નજરથી દારૂ પીવાની છૂટ હોય તેવા વિસ્તારને પણ ટક્કર મારે તે રીતે ગોમતીપુરમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમ ધમી રહ્યા છે.
ગોમતીપુર વિસ્તારમાં આવેલી વિક્રમ મિલના આતો રીતસર દારૂ પીવા માટેનો મેળો લાગતો હોય છે. આ ઉપરાંત દક્ષા, તારા, અને ઉષા નામની મહિલા બુટલેગર ખુલ્લેઆમ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂનો ધંધો કરે છે. આ તમામ દારૂના અડ્ડા ઉપર સવાર અને ખાસ કરીને સાંજે દારૂ પીવા માટે રીતસરનો મેળો જામતો હોય છે. વહીવટદાર ક્રિપાલસિંહની છત્રછાયાથી આ તમામ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે.
ગોમતીપુર પોલીસની હદમાં જુદી જુદી ચાલીઓ અને એરિયામાં સ્થાનિક પોલીસની મદદથી યુવાધનને બરબાદ કરવા ગાંજા ચરસ અને એમડી જેવા માદક પદાર્થો વેચાઈ રહ્યા છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી SMC એ રેડ કરી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. તો આ વિસ્તારમાં SOG ક્રાઇમબ્રાન્ચ દ્વારા પણ અવારનવાર રેડો કરી ગાંજા અને એમડી જેવા ખતરનાક માદક પદાર્થો અને તેના સપ્લાયરોને ઝડપી પાડી કેસો કરેલા છે