સ્ટોરીના લેખક: જીગર સુમેસરા (ગુજરાત હેડ) ગામ:રામપુરા(ભંકોડા)
સંત શ્રી રોહીદાસ સેવા સમાજ (Rohit Samaj) ગાંધીનગર તરફથી સમગ્ર ગુજરાતના રોહીદાસ સમાજનુ મહાસંમેલનનું આયોજન તા.૨૫.૦૯.૨૦૨૨ના રોજ સેકટર ૧૧માં રામકથા મેદાનમાં ગાંધીનગર ખાતે (Rohit Samaj) રાખવામાં આવેલ છે . આ ભગીરથ કાર્ય ચુંવાળ પરગણા રોહિત સમાજના કાંઝ ગામના ડાહ્યાભાઇ પરમારના પ્રમુખ સ્થાનેથી યોજાનાર છે, આ માટે ગત તા.૧૫-૦૮-૨૦૨૨ ને સોમવારે ચુંવાળ પરગણાની મિટિંગ રાખવામાં આવેલ હતી, ત્યારબાદ વિવિધ પરગણાઓ દ્વારા પણ મિટીંગોનું આયોજન કરવામાં આવ્યું હતું.
રોહિત સમાજનું આવું સંમેલન ગુજરાતમાં સૌપ્રથમ વખત
નોંધનીય છે કે ગુજરાતના રોહિત સમાજના (Rohit Samaj) લોકો ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એક જ સ્થળે ભેગા થઈ રહ્યા છે અને અને ગુજરાતના રોહિત સમાજના તમામ પરગણાના લોકો આ સંમેલનમાં જોડાવાના છે અહીં સૌથી મહત્વની વાત એ છે કે આવું સંમેલન ગુજરાતમાં સૌપ્રથમ વાર થવા (Rohit Samaj) જઈ રહ્યું છે તેને લઈને રાજ્યના રોહિત સમાજના તમામ લોકો ઉપસ્થિત રહેશે.
આ સ્ટોરી પણ વાંચો : પાકિસ્તાન ટીમ કાળી પટ્ટી બાંધીને ભારત સામે મેદાનમાં ઉતરશે…જાણો કારણ.
તમામ પરગણાંના હોદ્દેદારો કરી રહ્યા છે રાત-દિવસ મહેનત
આ સંમેલનને લઈને રોહિત સમાજના તમામ પરગણાઓમાં સંમેલનને સફળ બનાવવા માટે મીટીંગો પણ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં વધુમાં વધુ લોકો ગાંધીનગર રામકથા મેદાનમાં યોજાનાર (Rohit Samaj) સંમેલનમાં હાજર રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ માટે તમામ પરગણાના હોદ્દેદારો ખૂબ જ મહેનત પણ કરી રહ્યા છે.
આ સ્ટોરી વાંચીને લોકો ઝુમી ઉઠયા : પાર્થને કહો હવે ઉઠાવે તલવાર,પાસપોર્ટ તૈયાર છે..
યુવાનો દ્વારા સોશિયલ મિડિયામાં બહોળો પ્રચાર
નોંધનીય છે કે આ સંમેલનને સફળ બનાવવા માટે ચુંવાળ પરગણાંના સુરેશ સોલંકી (ગામ છારોડી) અણદાભાઈ ચાવડા અને ખાસ કરીને યુવાનો દ્વારા સોશિયલ મિડિયામાં બહોળો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. (Rohit Samaj) આ ઉપરાંત સમગ્ર ચુંવાળ પરગણા દ્વારા પણ અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે ગત તા. 21ના રોજ ગાંધીનગર શહેરના સેક્ટર ૬ ખાતે આવેલા સંત શિરોમણી શ્રી રોહિદાસ ભગવાનના સ્મૃતિ મંદિર ખાતે પૂર્વ તૈયારીના ભાગરૂપે આર્થિક અને સામાજિક તૌયારીઓ માટે બસો બ્યાસી પરગણા રોહિત સમાજ દ્વારા મિટિંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ.