અરે તમે સાંભળ્યું,પાપાની પરી ગોલ્ડ મેડલ લઈને આવી… ના સાંભળ્યું હોય તો વાંચો…
અમદાવાદ મણીપુર ખાતે ઓપન ગુજરાત રાત્રી એથ્લેટિક ચેમ્પિયનશિપ અમદાવાદ 2023 દ્વારા રાજ્ય કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરિવારના જાની પૂજા નરેશ કુમારે અંડર 17 ગ્રુપ વિભાગની ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
અમદાવાદ મણીપુર ખાતે ઓપન ગુજરાત રાત્રી એથ્લેટિક ચેમ્પિયનશિપ અમદાવાદ 2023 દ્વારા રાજ્ય કક્ષાની એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ રમતવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પોલીસ પરિવારના જાની પૂજા નરેશ કુમારે અંડર 17 ગ્રુપ વિભાગની ગોળા ફેંક માં ગોલ્ડ મેડલ તેમજ ચક્ર ફેક માં સિલ્વર મેડલ હાંસલ કરી શાનદાર પ્રદર્શન કરીને ગુજરાત પોલીસ પરિવારનું તથા અમદાવાદ શહેરનું ગૌરવ વધારેલ છે